________________
૧૫૯
ક્રાંતિનું કામ તે એ કે ઈશારે કરે અને ચાલે; માર્ગદશકથી ચાલે. બાકી ભાર ઉપાડયા કરે છે તે રાહતનું કામ બને. હિંદુમુસ્લિમોને સંગઠન ન થયું એટલે નેતાઓ તેમને ખોટે ભાગે દેરી ગયા. વાલીઓ-વિદ્યાર્થીઓનું સંયુક્ત સંગઠન નથી એટલે નઈ તાલીમનું કામ પગભર થતું નથી. ભલે આપણે લેબોરેટરીને ખ્યાલ રાખીએ પણ બીજી બાજુ જોરથી બાળકોને અંગ્રેજી ભણાવવાનું જ કામ મા-બાપ કરે છે. - વિનેબાજીએ સંસ્થાએ જામવા પહેલાં પોતે સન્યાસી મનવાળા હોઈ છોડવાની અને સંગઠનોમાં હિંસાના જોખમની વાતો મૂકી. તેથી મૂળિયાં ઢીલાં પડયાં અને પછી ભૂદાન વ. નો કાર્યક્રમ આપો તેથી જના કાર્યકરો નઠાર થયા કે “વિનોબાજી શું કરી શકવાના હતા!” પરિણામે નવા કાર્યકરો ભૂદાનમાં દાખલ થયા. તેથી ધરતી કાચી રહી અને તેઓ જવાબદારી ઉપાડવા તૈયાર ન થયા. નવું લોહી થીજવા લાગ્યું.
વિચારને આચારનું રૂપ આપવા સંધ દ્વારા પ્રયત્ન થયો તે જ વિશ્વ વાત્સલ્ય વિચાર–અનુબંધ વિચારનું તે જ બતાવે છે. કાંતદષ્ટા સાધુ સાધીઓનું અનુસંધાન આ દૃષ્ટિએ આપણા માટે જરૂરી છે. તે મુજબ (૧) ક્રાંતદષ્ટા તેના વિચારો પચવવા તૈયાર રહેવું (૨) વ્રતબદ્ધ રહેવું (૩) લોકોના સરળતા, સુખ અને વિકાસને એની સાથે જોડી, સદ્દવિચારને સત્યશ્રધ્ધા સાથે જોડી, વતબદ્ધતા સાથે સામુદાયિક કાર્યક્રમો તથા રેજના જીવનશકિત આપનારાં સંગઠને રચવાં. આજ મારા મતે સર્વોદય અથવા વિશ્વ વાત્સલ્યની આચાર નક્કાની ભૂમિકા છે. ભારતની સંત પરંપરાના આ સનાતન વિચારોનું આધુનિકીકરણ છે. સંસ્થાઓમાં ખેટું વર્ચસ્વ
શ્રી સુંદરલાલ શ્રોફે પિતાને અનુભવ ટાંકતાં કહ્યું – . નીતિનિષ્ઠાવાળાને આજની ધણી ખરી સંસ્થાઓમાં ફાવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com