________________
(૭) સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્યઃ
વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનું સાતમું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકનું દરેક કાર્યમાં સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય હોવું જોઈએ.
આ ત્રિપુટીને લક્ષમાં રાખી સંસ્થા વડે લવાદથી ધડા પતાવવા કે પ્રશ્નો ઉકેલવા જોઈએ. અન્યાય, અત્યાચારને સામુદાયિક રીતે અહિચ્છ પ્રતિકાર શુદ્ધિપ્રયોગ દ્વારા કરવા જોઈએ. એવી જ રીતે તેફાન કે હુલ્લડના સમયે ઘડાયેલા શાંતિ સેવકો વડે શાંતિ સ્થાપવી જોઈએ. એમ કરવા જતાં પ્રાણ-પ્રતિષ્ઠા કે પરિગ્રહ (સંપત્તિ) હોમવાં પડે તે તે માટે પણ તૈયાર રહેવું જોઈએ. - જે સત્ય, પ્રેમ અને ન્યાયને લક્ષમાં ન રાખવામાં આવે તે ઘણીવાર દાંડ તો સામે મચક મૂકાતાં વાર લાગતી નથી. ક્યારેક એવું પણ બને છે કે અન્યાય કર્તા કે તોફાની લોકો પણ પ્રાણ ત્યાગ કરે અને એનાં ખેટાપણુને પણ પ્રતિષ્ઠા મળે. આવે વખતે સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ વિવેકને કાયમ રાખવામાં મદદરૂપ થાય છે.
તે ઉપરાંત કોઈપણ પ્રશ્નના ઉકેલમાં સામે ચાલીને, કોર્ટ, કાયદે કે પિલિસ-લશ્કરને આશ્રય માંગ ન જોઈએ; એને સમાવેશ પણ આ સત્રમાં થઈ જાય છે, કારણ કે–સમાજમાં ન્યાયનાં સાચાં મૂલ્ય સ્થાપવા માટે મધ્યસ્થ–પ્રથા દ્વારા સાચે ન્યાય આપવાનો પ્રયત્ન જન સંસ્થાઓ વડે થે જોઈએ. એથી અહિંસક સાધનથી ઉકેલ આવશે. લોકોની નિષ્ઠા અહિંસા ઉપર વધશે. (૮) નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા :
વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું આઠમું સૂત્ર એ છે કે વિશ્વવાત્સલ્યના સાધકે વ્યકિતગત કે સંસ્થાગત દરેક કાર્યમાં નિયમિતતા, વ્યવસ્થિતતા -અને ઉપયોગિતા રાખવી.
આને વિશેષ ખુલાસો એ છે કે સમયની કાળજી રાખવી જોઇએ, વ્યવસ્થાની કાળજી રાખવી જોઈએ અને કરકસર કરવી જોઈએ. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com