________________
૧૪૧
કરવામાં આવી છે. એ કંઈ ઓછું હોય તેમ ઘણું યે પ્રાંતમાં હિંદીની ઉપેક્ષા અને વિરોધ પણ કરવામાં આવેલ છે. આ બધી સંસ્થાના ઈતિહાસની પરસ્પરની વિસંગતતાઓ છે, અને તેનું કારણ નીતિનિષ્ઠાની કચાશ છે.
ઉપરના બધા દાખલાઓનું પૃથક્કરણ કરતાં આપણને ઘણું કારણે જેવાં મળશે જે આચારનિષ્ઠાને બાધક હોય છે. તેમાં ઘણા પાયાના મુદ્દાઓ પણ છે. વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાને પાય એટલાં માટે જ નીતિનિષ્ઠાને માનવામાં આવ્યો છે, અને તેને અનુરૂપ વિશ્વવાત્સલ્યની નીતિ-નિષ્ઠાના અગ્યાર સત્ર માનવામાં આવેલા છે. આ સૂત્રે વગર વિધવાત્સલ્યની આચારનિષ્ઠા કદિ સક્રિય નહીં બની શકે - વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાના ૧૧ સૂ [૧] ધમદષ્ટિએ સમાજ રચના :
વિશ્વ વાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મદષ્ટિએ સમાજ રચના છે અને એને જ નીતિનિષ્ઠાનું પહેલું સૂત્ર માનવામાં આવે છે. અહીં ધર્મ એટલે કોઈ વિશેષ સંપ્રદાય સૂચક નહીં, પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ન્યાયનીતિ વગેરે ધર્મતત્વોને સુચક શબ્દ છે.. - ધર્મદષ્ટિએ સમાજ રચનાના બદલે અહિંસક સમાજ રચના શા માટે નહીં ? એ ઘણું પ્રશ્ન કરશે. જે ઝીણવટથી જોવામાં આવે તે અહિંસામાં બાકીના ચાર વ્રતો આવી જાય છે. જૈનાચાર્ય હસ્પિદ્રસૂરિએ એ વાતને સ્વીકાર કર્યો છે કે :
सवाओ दि नइओ कंमेण जह सायरंभि निवडति। . तह भगवई अहिंसि सव्वे धम्मा संमिलंति ॥ .
संबोध सचरी (જેમ બધી નદીઓ ક્રમશઃ સાગરમાં જઈને મળે છે તેમ અહિંસામાં બધા ધર્મો આવીને મળે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com