________________
૧૩૬
. * એકવાત ત્યાં રાખવાની છે કે તે એ કે શૂન્યાવકાશ ઊભો ન થવા દેવો જોઈએ. “આ નહીં પણ આ ” એમ દરેક બાબતની અવેજી મૂકવી જોઈએ. મર્યાદિત નિષ્ઠાને આંચકો લાગે ત્યારે ખળભળાટ મચી જાય પણ, મક્કમ રહીને સત્યનું વ્યક્તિગત અને સામૂહિક આચારરૂપ સિદ્ધ કેરવું પડે. આવું ક્રાંતિબીજ હોય; તે ભલે ક્રાંતિકાર જાતે ચલે જાય, પણ એણે પેરેલું બીજ તેના ગયા બાદ પણ ઊગી નીકળે. ૮૦થી ૧૨૦૦ સાધકો અને બીજા અનેકોનાં બલિદાન અપાયાં બાદ ઇશુ પછી ૭૦૦ વર્ષે તેના વિચારે ફેલાયા. બુદ્ધના વિચારે અશોક પછી હિંદ બહાર ફેલાયા. એમ વિશ્વવાત્સલ્યને વિચાર ધીમે ફેલાય, એ હકીકત છે પણ; એ ફેલાશે જ.”
ટુંકમાં સહુએ કબુલ્યું હતું કે આચારનિષ્ઠા માટે, વિચારનિષ્ઠા કરતો પાયાની અનેકગણી તાકાત જોઈએ છે. એટલા માટે જ આટલી વિશદ અને ઊંડાણથી ચર્ચા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com