________________
૧૩૦
નવલભાઈની વાત જણાવતાં કહ્યું કે તેઓ એક હરિજન બાળકને લઈને ગૂદીમાં અચલેશ્વર મહાદેવની ઓરડીમાં રહ્યા. ત્યારે લોકો કહે: “તમે વિદ્વાન ! તમારી વાત મીઠી પણ આ ભંગી બાળકને સાથે ન રાખે! નહીંતર તમારી પાસે કોઈ નહીં આવે !” પણ નવલભાઈ મકકમ હતા. તેમણે વિશ્વવાત્સલ્યના પ્રયોગમાં દટાયું હતું કે તેઓ મક્કમ રહ્યા. છાત્રાલય શરૂ કરવું હતું ત્યારે સદગત કાળુ પટેલે પિતાનાં બાળકે મોકલ્યાં પછી તે પૂછવું જ શું ?
ક્રાંતિના માર્ગમાં મક્કમતા, ધીરજ અને વિનયથી કામ લેતાં જવું અને આગળ વધવું એ નવલભાઈએ આચરી બતાવ્યું. એ છે વિશ્વવાસત્યના પ્રયોગવીરોની આચારનિષ્ઠા.
તેમણે વધુમાં જણાવ્યું: “ધર્મશાળા, સદાવ્રત, પર પણ તે યુગની વિચારક્રાંતિની આચારનિષ્ઠાને અનુરૂપ શરૂ થયાં હશે. પણ પછીથી વિકૃતિ આવી હશે. આજે વેરવિખેર તે ઘણું પડયું છે તે છતાંયે ભૌતિક્તામાં પણ સંસ્કૃતિના દર્શન તે થાય જ છે.
તેમણે પિતાને દાખલે ટાંકતાં કહ્યું : “એકવાર ધૂળકાથી હું વટામણ જતો હતો. વૈશાખ મહીનો હેવા છતાં માવઠું થયું અને મારે એક કેળીની ઝૂંપડીમાં રહેવું પડયું. તેણે પોતાની પાઘડી ઝૂંપડા ઉપર નાખી મને શરદી અને વરસાદથી બચાવ્યો.” - આવાં સંસ્કૃતિના બી છે એટલે પ્રયોગ સફળ થશે એમ માનવું જોઈએ. માનવતા અને નિર્ભયતાની વાત ! - શ્રી બળવંતભાઇએ, સાધુઓએ માનવતા અને નિર્ભયતાની પિકળ વાત ન કરવી જોઈએ એમ જણાવતાં કહ્યું : “નિર્ભયતાથી વાતે બધા કરે છે. સાધુઓ પણ કરે છે. તે છતાં તેઓ શિબિરમાં કેમ ન આવ્યા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com