________________
૩૫
સાપના રાફડા પાસે જઈને, તેના દેશપ્રહારને બદલે તેને પ્રતિબંધ આપી, વિશ્વવાત્સલ્યની પૂર્ણ સાધના કરી હતી.
જ્યારે સમાજ વાત્સલ્યને વિકાસ વિશ્વ વાત્સલ્યની સાધનામાં પરિણમે છે ત્યારે સાધક માટે કઈ પારકાં રહેતાં નથી. સર્વ ધર્મો, દેશ, જાતિઓ, કુટુંબ અને પ્રાણી માત્રને વિશ્વ વાત્સલ્યમાં સમાવેશ થઈ જાય છે. દરેક ધર્મ સ્થાપકે પિતાપિતાના ઠેકાણે જે કલ્યાણને પ્રવાહ વહેવડાવ્યા છે તેને તે લાભ લે છે, જનતાને આપે છે. તે કોઈની સાથે ખરાબ વહેવાર કરશે નહીં કારણ કે આખું વિશ્વ તેનું કુટુંબ હેઈ “વસુવ કુટુંબકમ” પ્રમાણે તે વર્તશે. જેમ ઘરના માણસો પિતાના હોઈને, કુટુંબમાં માણસ કોઇની સાથે અસત્ય, હિંસા, ચોરી,
વ્યભિચાર કે અસમાનતાનો વહેવાર કરતા નથી તેવી જ રીતે વિશ્વવાત્સલ્યને સાધક આખા વિશ્વ કુટુંબ સાથે સદ્દવહેવાર જ કરશે. આ વિશ્વ વાત્સલ્યનું ધ્યેય છે અને તેને સિદ્ધ કરવાનું છે. અત્યારે કેટલું સિક થશે તેનો વિચાર કરવાને નથી; પણ આદર્શ તે હમેશાં ઊંચો રાખવાને રહ્યો. હિમાલયની તળેટીમાં રહેનાર, હિમાલયે જવાને આદર્શ ખે તે જ તે એક દિવસ ત્યાં પહોંચી શકે છે.
જૈન ધર્મમાં એક વસ્તુ બતાવવામાં આવી છે કે જે સમ્યગદર્શન થયું તેને મોક્ષ ધીમી ગતિએ પણ અર્ધ પુરાલ પરાવર્તન કાળમાં નક્કી થઈ જાય છે. ગૃહસ્થ, વાનપ્રસ્થી અને પડિમાધારી શ્રાવક પણ વિશ્વાત્સલ્યનાં લક્ષ્ય સુધી જઈ શકે છે તેમ જ મેક્ષ પામી શકે છે.
સાધુ સન્યાસીઓ માટે આ લક્ષ્ય મેળવવું સુલભ છે. જ્યાં સુધી ખેતીની શોધ નહોતી થઈ, ત્યાં સુધી વનમાં રહેતા ઋષિ મુનિઓ પિતાને જીવનનિર્વાહ ઝાડે પાકેલાં ખરી પડેલાં ફળો કે ગોપાલન કરી તેના દૂધ ઉપર કરતા. કાચાં અને ઝાડ ઉપરનાં ફળે ન તેડવા કે બીજી જીવ હિંસા ન કરવી એ તેમને વિશિષ્ટ ઉદ્દેશ્ય હતે. જેનું બેય વિધવાત્સલ્યની સાધના હતી. વૈશેષિક દર્શનના પ્રવર્તક કણાદ ઋષિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com