________________
સત્ય ભગવાનને જ્ય કેમ થઈ શકે! એ અધૂરું લાગે છે. ખુદ સત્ય ભક્તજીએ બનાવેલ ધર્માલયમાં સર્વધર્મોના સંસ્થાપકની મૂર્તિઓ ઉપરાંત ભગવાન સત્ય અને ભગવતી અહિંસા બન્નેની પ્રતીક મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. જે ત્યાં ભગવતી અહિંસાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું હોય તો પછી બીજમંત્રમાં શા માટે નહીં! એટલે બીજમંત્ર ધ્યેયની ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરતા નથી. | સર્વોદયને બીજમંત્ર “જય જગત” છે, એટલે કે જગતને જ્ય થાવ! હવે જગતને મિથ્યા માનવામાં આવેલ છે તે એના જ્યની કલ્પના કઈ રીતે થઈ શકે ! સંત વિનોબાજીએ “શ્રેષ્ઠ સર્વે જ્ઞાતિપૂર્તિ
વનું સત્ય શોધનમ” એવું એક સૂત્ર બનાવ્યું છે. એમાં જગતને તેમણે ફૂર્તિદાયક કહ્યું છે. અને જીવનને સત્યની શોધ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ જગત ટૂર્તિદાયક ત્યારેજ બની શકે જ્યારે જગતમાં વાત્સલ્યાદિ ગુણે પ્રવર્તે. તે જ એવા જગતને જ થઈ શકે. આમ એમાં પણ ભાવ અસ્પષ્ટ છે.
એવી જ રીતે શિવ, વાસુદેવ, અરિહંત કે સિદ્ધ ના નમસ્કારમાં તેઓ આપણુથી ઊંચા છે એવો ભાસ થાય છે. એટલે એમનામાંથી પ્રેરણાની ભાવના મેળવવાને સંભવ ઓછો છે. પ્રેરણા તે ત્યારે જ મળે
જ્યારે તેમની કર્તવ શકિતને ભાસ થાય. યેન કેન પ્રકારેણ જે તેમની કર્તવ શકિતને ભાવ તારવીએ તે શિવની સંહાર શક્તિ, વિષ્ણુની પાલન શકિત; બ્રહ્માની સૃજન શક્તિ; અરિહંતની વીતરાગ શકિત–સિદ્ધની નિરપેક્ષ શકિત—એ જ ભાસ થાય છે. આમાં દરેકની એક એક શકિતને આભાસ પ્રતિબિંબિત થાય છે.
પણું, “ મૈયામાં વિશ્વની સર્વ શકિતઓને સશે ભાસ થાય છે. એટલે વિશ્વવાત્સલ્યના બીજમંત્ર તરીકે “ મૈયા ”ને પસંદ કરવામાં આવેલ છે જેમાં બધા ભાવો રહેલા છે. તેમાં કયા કયા ભાવો રહેલા છે તે અંગે વધુ વિચાર કરવો જરૂરી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com