________________
એના પ્રવચનને અવળે અર્થ લઈ આવા સહજ વાત્સલ્ય ઉપર બ્રેક મારી દે છે. ' ' . .
. . કચ્છના એક ગામમાં એક બહેન અને એક ભાઈએ (પતિ) પશુઓની સહેજ સેવા કરવા માંડેલી. ગામ પણ રાજી થયું અને પશુઓ માટે ચારો આપી જાય. એક શિક્ષક આવીને બધું જોઈ જાય. તે વખતે ઉપાશ્રયમાં જૈન સાધુ આવ્યા. તેમના વ્યાખ્યાનમાં પિલું કુટુંબ જાય. સાધુએ પિતાના પ્રવચનમાં કહ્યું: “જીવ માત્ર સરખા છે. સર્વે જીવો પિતાપિતાનાં કર્મથી સુખ દુઃખ પામે છે.” આવું સાંભળી અજ્ઞાનના કારણે અવળે અર્થ લઈ તે કુટુંબે સેવાં મૂકી દીધી.
તેથી પેલા શિક્ષક મહારાજ પાસે ગયા અને તેમણે પૂછયું : “આ કુટુંબે સેવા મૂકી તે બરાબર છે?” મુનિએ જવાબ ન આપો.
છેવટે અમે મુનિશ્રીને બધી વાત કરી અને પેલા કુટુંબને પણ સમજાવ્યું : “એકેદ્રિય કરતાં બેઈદ્રિય અને એમ ઉપર આવતાં સંસી (મનવાળા ) પંચેન્દ્રિય પશુઓનું મૂલ્ય વધારે છે. તેમને મરૂદેવ માતાના આગલા ભવને દાખલો પણ આપો કે તેમણે પૂર્વભવમાં લક્ષપાક તેલ વ. થી સાધુઓનાં ઘામાંથી જીવડાં કાઢી સેવા કરેલી. તેથી વળી પાછું એ કુટુંબ સેવા કરવા લાગ્યું અધુરૂં જ્ઞાન એટલે ધર્મને હાનિ . ' અજ્ઞાન અને અધૂરાં જ્ઞાનથી કેટલી હાનિ થાય છે અને ધર્મ વગેવાય છે તેને એક દાખલે તેમણે આપે :[, એક છોકરા સાને ઉપલક રીતે વાંચી ગયો. પછી તેને શું થયું કે તે પોતાની માને કહેવા લાગ્યો: “સંસારમાં કોઈ કોઈનું નથી. તારે અને મારે શું? આત્મા એકલો આવે છે અને એકલો જ જવાનો છે.” * - માને દીકરાની આ વાત સાંભળીને થયું કે છોકરે હાથેથી ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com