________________
“તત્ર મોદ: : શેર? gવનુપરવતઃ ” , જે બધાને એકસમાન દષ્ટિએ જુએ છે–વિચારે છે ત્યાં મેહ કે શોક શું? જ્યારે સાધક બધા પ્રાણીઓ પ્રતિ વાત્સલ્ય રેડશે તે જગતના બધા પ્રાણીઓને સોગ, તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળશે જ.
* આખા વિશ્વ પ્રતિ વાત્સલ્ય વહેવડાવવાના ઘણા દાખલા સુપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે ચંડકૌશિક જેવા ઝેરી સાપ તરફ અને શિબી રાજાએ પારેવા પ્રત્યે પ્રાણના ભોગે વાત્સલ્ય વહેડાવ્યું હતું. એવી જ રીતે ભગવાન ઋષભદેવની દીક્ષા બાદ માતા મરૂદેવી તેમની ખૂબ ચિંતા કરતા. એકવાર ઋષભદેવ અયોધ્યા આવ્યા ત્યારે માતા ભરૂદેવી તેમના દર્શન કરવા સમવસરણમાં ગયા. ત્યાં તેમણે જોયું કે જે ઋષભની તેઓ ચિંતા કરતા હતા તે તે આખા જગતની ચિંતા કરે છે. બધા અલગ અલગ જાતિના પ્રાણુઓ વેરભાવ ભૂલીને એની સભામાં બેઠા છે. ત્યારે માતા મરૂદેવીને વિધવાત્સલ્ય પ્રગટાવવા માટે પ્રેરણા મળે છે અને તેઓ પુત્રવાત્સલ્યને બદલે વિશ્વ વાત્સલ્યને વિચાર કરે છે જેથી મોહ, શોક કે ચિંતા રહે જ “હીં. તેમને ત્યાં જ આત્મજ્ઞાન (કેવળજ્ઞાન) થાય છે અને તેઓ મુક્ત થાય છે.
કોઈ પણ તીર્થ કર, અવતાર, મસીહા કે પયગંબર જ્યારે વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિશ્વવાત્સલ્ય રેડે છે તે તેઓ કેવળ કોઈ એક વાત કે જાતને નહીં, સમસ્ત માનવ સમાજ અને જીવમાત્ર તરફ તેને વહેવડાવે છે. એટલે વિશ્વવાસનાં સાંસ્કૃતિક ક્ષેત્રનાં એકમ તરીકે આખું વિશ્વ લઈ શકાય છે.
વિશ્વવસલ્યના આધ્યાત્મિક ક્ષેત્રના એકમ તરીકે “માનવ”ને લઈ શકાય છે. બીજા પ્રાણીઓ કરતાં માનવમાં, બુદ્ધિ, શક્તિ, ઉદારતા, સંસ્કાર અને વિચારશકિત વગેરે વધારે છે. તે જ આખા વિશ્વમાં વાત્સલ્યા વહેવડાવી શકે, એની તેને બીજું કોઈ પ્રાણી આવી શકે નહીં. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com