________________
સુધી આપ મારું સમાધાન ન કરે ત્યાં સુધી હું આપને જવાની રજા નહીં આપું!”
આ પંડિતમાં અષ્ટાવક્રના નાના પણ હતા. એક દિવસ અષ્ટાવક પિતાની મેટી બાને પૂછ્યું: “બા! નાના ક્યાં છે?”
તેણે આંસુ સારતાં કહ્યું: “તેમને રાજાએ રાજસભામાં રેકી રાખ્યા છે. જ્યાં સુધી રાજાની શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેમને છોડવાના નથી.”
આ સાંભળી અષ્ટાવક્રે કહ્યું: “હું તેમને છોડાવી લાવું!” તેને આગ્રહ જોઈને નાનીએ જવાની રજા આપી.
અષ્ટાવક્ર નામ પ્રમાણે આઠ અંગોથી વાંકા હતા. તેમનું શરીર બેડેળ અને કદરૂપું લાગતું હતું. તેઓ સીધા જનકરાજાની સભામાં પહોંચી ગયા. - વિદ્વાન પંડિત બેઠા હતા. અષ્ટાવક્રને જોઈને તેઓ હસી પડ્યા. અષ્ટાવક્ર પણ તેમને જોઈને હસવા લાગ્યા. આ જોઈને રાજા જનકને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું: “વિપ્રવર ! આપ નાના છે, વળી આઠ અંગે વાંક છે એટલે અમારા પંડિતો હસ્યા, તે તો હું જાણી શક્યો! પણ, આપ શા કારણે હસ્યા તે મને સમજાતું નથી!” મને તેનું રહસ્ય કહે !”
અષ્ટ્રાવકે કહ્યું : “મને તે થતું હતું કે જનક રાજાની સભામાં બધા બ્રહ્મજ્ઞાનીઓ હશે પણ અહીં તો ચમારની સભા હેય એવું લાગે છે!”
જનક રાજાએ કહ્યું “ મહારાજ ! બ્રાહ્મણને-પંડિતોને આપ ચમાર કઈ રીતે કહે છે ?” - અષ્ટાવકે કહ્યુંઃ “બ્રહ્મજ્ઞાનીઓ હેત તે મારા બહાને જુવે પણ અહીં તે તેઓ શરીરમાં ચામડાં વગેરે ને જોઈ રહ્યાં છે અને હસે છે. એલે મને હસવું આવ્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com