________________
ત્યારે તે ચાંડાળ કહે છે –
નવમવમથવા વૈતર વૈતા . द्विजवर! दूरीकर्तुं वाच्छसि, किं वृहि गच्छ गच्छेति ॥
તે બ્રાહ્મણવર ! આપ કોને દૂર ખસવાનું કહે છે ! આ શરીરને કે ચૈતન્યને ! જે શરીરને દૂર ખસવાનું કહે છે તે જેવું મારું આ શરીર પંચભૌતિક છે તેવું જ આપનું છે. એમાં કોઈ અંતર નથી તે એને ખસવાની જરૂર નથી. જે આત્માને દૂર ખસવાનું કહે છે તે આત્મા આપના અદ્વૈતવાદ પ્રમાણે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તે તે આ ખસીને જશે કયાં ?
આ સાંભળીને શંકરાચાર્યને આનંદ થાય છે કે મારો અદ્વૈતવાદ ચાંડાળ પણ સમજી શકે છે સાથે જ તેને આચરણમાં મૂકવાના સંસ્કાર પિતાનામાં પ્રગટ થયાં નથી એ જાણીને ખેદ થાય છે. તેઓ ભૂલ કબૂલ કરતાં કહે છે : “ભાઈ ! આજ સુધી તે હું અદ્વૈતવાદને વિચાર કરતા હતા પણ આચરણમાં મૂકવાને ખરો સમય આવ્યો ત્યારે હું સિદ્ધાંતથી ડગે. મારી ભૂલ તે બતાવી એટલે તું મારે ગુરુ !”
એવી જ રીતે વિષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક રામાનુજાચાર્યને પણ દાખલો છે. તેઓ એકવાર પોતાના શિષ્યો સાથે ફરવા જતા હતા. સામેથી એક અત્યંજ સ્ત્રી આવતી હતી.
શિષ્યએ મેટા સાદે તેને દૂર ખસી જવાનું કહ્યું. ત્યારે તે બાઈની આંખમાં ચમકારો આવ્યો અને તે બોલીઃ “આ આખી ભૂમિ ભગવાનના ચરણોથી મપાએલી છે. આ આખું વિશ્વ પ્રભુનું મંદિર છે. માટે હે વિધાન પુરૂષ! હું કયાં ને કેવી રીતે ખસી જાઉં ?”
રામાનુજાચાર્યો તે સાંભળ્યું ને તેમને પશ્ચાત્તાપ થયો. તેમણે કહ્યું: “બહેન ! હું તો સંન્યાસી છું. છતાં મારામાં ખોટું અભિમાન ભરેલું છે ! આ વૈષ્ણવ ચિહ્નો મારાં શરીર કરતાં તારા શરીર ઉપર વધારે શોભા આપી શકે એવાં અને યોગ્ય છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com