________________
૧૦૮
વિશાળ સમાજને બાધકરૂપ થવા કરતાં સહાયક બને અને પિતાને ઉગારી લે.
આ બધાના અનુબંધની તત્કાળ જરૂર છે. વિશ્વ વાત્સલ્યમાં બાધક તત્તે
શ્રી બળવંતભાઈએ કહ્યું: “મારા નમ્ર મત પ્રમાણે વિશ્વ વાત્સલ્યમાં ચાર બાધક ત છે –(૧) ગરીબી (૨) ગામ અને નગરના દાંડતર (૩) રાજકીય પક્ષ અને (૪) વધારે પડતા કાયદા કાનને.
અમે એક ગામમાં ગયેલા. શરૂઆતમાં આત્મશુદ્ધિ માટે ત્રણ ઉપવાસ કરીને, ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. બપોર સુધી રેંટિયો કાં પણ કઈ મળવા ન આવ્યું. સાંજે સહકારી મંડળીમાં કામ કરનાર એક ભાઈ ત્યાં આવ્યા. સાંજના જમણની વ્યવસ્થા પણ ત્યાં થઈ ગઈ રાત્રે સભાને વિચાર કર્યો પણ દરબારે બતી ન આપી. તેથી ખુલ્લા દિલે વાતે ન થઈ શકી. વહેલી સવારે ભજન ગાતા હતા ત્યારે લેકે આવ્યા. તેમણે કહ્યું: અહીંની બધી સ્થિતિ તેમજ પંચાયત વ. એવાં છે કે આગળ વધી શકાય નહીં. કારણ કે અહીંની પરિસ્થિતિમાં અમલદારે લગભગ દરબારને ત્યાં ઊતરે છે. તેથી અમલદારો શેહમાં તણાઈ જાય છે. દરબાર અને તેને કારભારી (કામદાર) મળીને આખા ગામને દબાવે છે.
આમ ગરીબાઈના કારણે ન બેસવું અને દાંડતાનું સહન કરવું. જેથી લોકો ઉપર આવી શકતાં નથી.
એવું જ એક તત્વ રાજકીય પક્ષે છે. તેઓ પણ લોકોના મનને જુદાં પડાવે છે. મહાગુજરાત જનતા પરિષદે જે સ્થિતિ જન્માવી હતી તે એવી ખરાબ હતી કે તેના પ્રત્યાઘાત રૂપે નડિયાદની પરિસ્થિતિ - સુધી સુધરી નથી. 1. આ સિવાય વાત્સલ્ય વહેવડાવનારી અને વિશ્વ વાત્સલ્યની પ્રતીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com