________________
ઉપાસનામાં જાત ભાતસ્વરૂપ બની માતૃ ઉપાસના કરવાની હોય છે. “દેવે ભૂવા દેવં યજે” એ પ્રમાણે જાતે માતૃસ્વરૂપ બની, માતૃગુણ (વિશ્વ વાત્સલ્યવ) પિતાનામાં ધારણ કરીને માતૃ ઉપાસના કરવી એ વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ છે. સાથે સાથે પૂ. મહારાજશ્રી સંતબાલજી એ ૩ મૈયાને જીવન અને જગતની મહાનિયમા અવ્યક્ત શકિત પણ માની છે, જે અવ્યકતરૂપે સંકટ પ્રસંગે પણ પ્રેરક અને સાધનામાં સહાયક બને છે. માતસ્વરૂપ બનીને માત-ઉપાસનામાં માતૃજાતિ પ્રત્યે આદરભાવ હેવાથી બ્રહ્મચર્યની સાધના સહજ બને છે અને માતાતિને સાચે ન્યાય આપવામાં આ મયા સહાયક નીવડે છે.
આ ઉપરાંત પણ આપણું દેશમાં શક્તિની ઉપાસના જગદંબાની ઉપાસના તરીકે થાય છે. દુર્ગા, ભવાની, ચંડી વગેરે તેનાજ અમરનામ છે. આ ઉપાસના પાછળ શક્તિઓ પ્રગટાવવાનો હેતુ હોય છે. પણ તેને સિદ્ધ કરવા માટે દારૂ અને માંસને ભોગ આપવાની જે કર પદ્ધતિ ઘણા સ્થળે નજરે ચડે છે તે વિકૃત છે; નિરર્થક છે અને કોઈપણ ભોગે ઈચ્છનીય નથી.
જૈન ધર્મે તે સ્ત્રીઓને જ્ઞાન અને મુક્તિના અધિકાર આપી માત–ઉપાસના યા બીજી રીતે કરી જ છે. હરિભદ્રસૂરિ ગૃહસ્થ જીવનમાં પુરોહિત હતા અને ચિત્તોડ પાસેના ગામમાં રહેતા હતા. તેમને ખૂબ અભિમાન હતું પોતાની વિદ્વતા ઉપર. તેમણે એ સંકલ્પ કર્યો હતો કે મને ન આવડે એવા શ્લોકને અર્થ જે મને સમજાવે તેને હું શિષ્ય બની જાઉં, એકવાર તેઓ ઉપાશ્રય પાસેથી જતા હતા કે એક જૈન સાધ્વીજી જેમનું નામ “યાકિની મહત્તરા” હતું, તેઓ એક ગાથા બેલી રહ્યા હતા. તે ગાથાને અર્થે ખૂબ ચિંતન મનન કરવા છતાંયે ન જડ્યો. એટલે તેઓ સાધ્વીજી પાસે ગયા. તેમણે પૂછયું અને સાધ્વીજીએ અર્થ બતાવ્યો. પિતાના સંકલ્પ પ્રમાણે હરિભદ્રસૂરિ તેમના શિષ્ય બનવા તૈયાર થયા પણ જૈન પ્રણાલિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com