________________
-અવતાર છે અને એ શકિતને જગાડવી જઈએ. તેમણે સંકલ્પ કર્યો અને તેઓ શારદામણિ દેવીને માતા રૂપે માનવા લાગ્યા. તેમણે માતાની એવી ઉપાસના કરી કે બધા વિકારે ઉપર કાબુ મેળવ્યો અને દરેક સ્ત્રીને–તેમણે માતા રૂપે નિહાળી. એકવાર તેમની પરીક્ષા કરવા માટે દશ વેશ્યાઓને તેમની પાસે મોકલવામાં આવી. તેમણે બધાં વસ્ત્રો કાઢીને તેમની આગળ નૃત્ય કર્યું. ત્યારે રામકૃષ્ણ કહ્યું :
અરે માતાઓ! આ બાળકની આવી પરીક્ષા શા માટે કરે છે ?” એકવાર તેમનામાં રહેલ ઉત્કટ વાત્સલ્યતાના કારણે તેમના સ્તનેમાંથી પણ દૂધ નીકળ્યું હતું.
માતૃજાતિમાં વાત્સલ્યતાને ઝરે અખંડ રહે છે એટલે તેનાં સ્તનોમાંથી લોહીનું પરિવર્તન થઈને દૂધ નીકળે એ સ્વાભાવિક છે પણ વાત્સલ્યતાની પરાકાષ્ઠા પુરૂષોમાં હોય તો તેમનું લોહી પણ દૂધ બની શકે છે એ ભગવાન મહાવીરના દાખલા પરથી ઉપરથી જાણી શકાય છે. ભગવાન મહાવીર ચંડકૌશિક સર્પને પ્રતિબોધ દેવા જાય છે ત્યારે ચંડકૌશિકસપે ભગવાનને ડસે છે. તે વખતે તેમના અંગૂઠામાંથી લોહીના બદલે દૂધ વહે છે. કેટલાક લોકે એને હસી કાઢે છે પણ ઉત્કટ વાત્સલ્યના પ્રતાપે પુરૂષ સ્તનમાંથી દૂધ નીકળે તે વાત્સલ્ય પ્રેરિત લોહીનું દૂધ બનીને અંગૂઠામાંથી ધાર રૂપે વહે તે અશકય તે નથી જ.
માતાની ઉપાસના કરનાર મહાત્મા ગાંધી પણ હતા. તેમણે બ્રહ્મચર્ય ધારણ કરતાં પોતાની પત્ની કસ્તુરબાઈને “કસ્તુરબા” (માતા) કહ્યા. પૂજ્ય મુનિશ્રી સંતબાલજી મૈયાની ઉપાસના જૈન દૃષ્ટિએ કરે છે. જૈનધર્મમાં ગુણપૂજાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના આત્માને વિકાસ જાતે પોતાના પુરુષાર્થ વડે સાધવાને હેય છે. તેને અનુરૂપ વિકાસ સાધી વિશ્વની માતા બનવાને સંકલ્પ કરે છે. “સકળ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેવું” એવા કોડ -સેવે છે. અરવિંદની માતૃ ઉપાસનામાં, માતાને એક વિશિષ્ટ અને પિતાનાથી ઉચ્ચ માનીને સાધના કરવાની હોય છે ત્યારે સંતબાલજીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com