________________
૭૫
ઉચ્ચારતાં જ અંતરના વિકારો ઉપર સંયમ આવતાં, સ્પષ્ટ સુખદર્શન થશે. પછી સ્ત્રી એક માતા રૂપે જ આંખ આગળ રહેશે! તેના તરફ જોતાં જાતીય આકર્ષણ નહીં રહે. અને એક કલ્પના આકાર લેશે કે અરે એ તે “માતા” છે. પછી બધી જ કલ્પનાઓ બદલાઈ જશે. તરતજ ખ્યાલ આવશે કે અરે, હું કઈ ક્ષુલ્લક દૃષ્ટિએ જોઉં છું! એના, અંગેપગે વાસનાના ઉપભોગ માટે નથી પણ મોટા ઉદ્યોગના છે. એનું મુખ તે વાત્સલ્યના મધુર વચનામૃતથી ભરપુર છે. તેનું વદન પ્રતિભાને જ છે. તેનાં લોચન વાત્સલ્યની અમી દૃષ્ટિના આગાર છે. તેનાં સ્તને તો વાત્સલ્ય સુધાના અખંડ સ્ત્રોત છે. માતાનું ઉદર નરરત્નનો રત્નાકર છે. માતાનાં નાભિ અને નિતંબ યોગનાયેયોગની આધારશિલા છે. મા તે એક વસુધાનું વૈકુંઠ છે. આમ માતાનું એકેએક અંગ પવિત્ર છે. મારી વાત્સલ્ય સાધનામાં તેને ઉપયોગ થઈ શકે ઉપભોગ નહીં. આ રીતે ૩ મિયા બોલવાથી વિકારો ઉપર સહજ સંયમ થાય છે અને સંયમને આહાદક આનંદ મળે છે.
આજે જગતમાં માતૃજાતિની ઘોર દુર્દશા થઈ રહી છે. “મિયા થી એ પણ લાભ છે કે તે માતૃજાતિ તરફ માન રાખવા તેમ જ તેમને ઉદ્ધાર કરવા માટે સતત જાગૃતિ રખાવશે. આજે માતજાતિને ન્યાય મળતું નથી. અગાઉ તે ભારતમાં સ્ત્રીઓને પૂજવામાં આવતી પણ આજે અહીં વિપરીત સ્થિતિ છે. અન્ય દેશોમાં તે સ્ત્રીઓને તેમના ન્યાયયુક્ત હકક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. આજે જે કે નામને હક્ક અને અધિકાર પાશ્ચાત્ય દેશોમાં અમૂક અંશે છે પણ ઊંડા ઊતરીને જોવા જઈએ તે તે પુરૂષોની સ્વચ્છંદતાને પિષવાનું રમકડું માત્ર છે. ભારતમાં હમેશાં સંસ્કૃતિની દષ્ટિએ વિચાર થયો છે એટલે પૂર્વકાળમાં માતૃજાતિ પ્રત્યે આદર અને માન હતાં જ. તેના અનેક પ્રમાણે ઉપનિષદો, સ્મૃતિઓ અને વેદમાં મળી આવે છે –
मातृदेवो भव –માતા દેવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com