________________
૭૩
-
તેનું સતત ભાન થાય છે. સમસ્ત વિશ્વ પ્રતિ પ્રેમ પ્રગટ થતાં રાગદ્વેપ, ભય-શેક કષાય-વિષય વગેરે રહેતાં નથી અને જીવનમાં અપૂર્વ અને નિર્દોષ આનંદ પ્રગટે છે. * બીજે લાભ, 3 મૈયા બેલવાને એ છે કે તેનાથી બ્રહ્મચર્યની સાધના સહજ બને છે. બ્રહ્મચર્યની સાધના કેવળ નિષેધાત્મક રૂપે શબ્દને ગ્રહણ કરવાથી સહજ સિદ્ધ થતી નથી. કેવળ વિષય-વાસનાને વશ ન થવું એ ભાવ લેવાથી બ્રહ્મચર્ય સાધવુ કઠણ થાય છે. એના માટે કોઈને કોઈ બીજો મહાનભાવ હોવો જરૂરી છે. સંત વિનોબાજીએ કહ્યું છે કે “બ્રહ્મચર્યની સાધના કરવા માટે તેની સામે એક બૃહતકલ્પના હોવી જોઈએ. જે ધ્યેયની પૂતિ કરનારી હોય ! તો તે સાધકનું બ્રહ્મચર્ય સહજ સિદ્ધ થઈ શકશે !” જેમકે ભીષ્મપિતામહે પૂર્ણ બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માટે પિત–ભક્તિની બૃહતું કલ્પના સામે રાખી હતી. મહાત્મા ગાંધીજીએ દેશસેવા કે સ્વરાજ્યની બૃહતક૯૫ના સામે રાખીને બ્રહ્મચર્યની સાધના કરી હતી. એવી જ રીતે કેટલીક વિધવા માતાઓ પુત્ર–સેવા સામે રાખીને બ્રહ્મચર્યને સાધે છે. કામ અને વાત્સલ્ય એ બન્ને મનોવૃત્તિઓનું મૂળ એક જ છે. એટલે જે કામવાસના સંતાત્પત્તિ કે જાતીયવૃત્તિનું કારણ બને છે, તેનું જ ઉધ્ધકરણ કરવાથી બ્રહ્મચર્ય સાધી શકાશે. સ્થૂળ રૂપે સંતાન સર્જન કરતાં, સૂક્ષ્મરૂપે આખા જગતને (પ્રાણી માત્ર) સંતાન માનવું પડશે અને તેને અનુરૂપ તેનાં માનસિક સર્જન રૂપે, ઘડતર, રક્ષણ, સંવર્ધન એક માતા તરીકે વિશ્વ વાત્સલ્ય રેડીને કરવું પડશે. આમ વિશ્વ માતા તરીકે બૃહત કલ્પના સામે રાખતાં બ્રહ્મચર્ય સાધના સહજ તે થાય જ છે, પણ અસરકારક પણ નીવડે છે.
એવું પણ જોવામાં આવે છે કે કેટલીક સામાન્ય માતાઓમાં પિતાના બાળકો પ્રત્યેજ નહીં; બીજાનાં બાળકો પ્રત્યે વાત્સલ્ય રેડવાની વૃત્તિ હોય છે. એ રીતે વાત્સલ્ય રેડતા તે માતામાં આનંદની સહાનુભૂતિ તેમજ આલ્હાદની ઊર્મિઓ પ્રગટે છે. કેટલીક માતાઓ. કેવળ
હરિ તળકે પત્યેજના છે કે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com