________________
ઘણા લોકો કહેશે કે ઘણા બીજા શબ્દો વિશ્વ વાત્સલ્યને પ્રગટ કરનારાં હોવા છતાં ગયાને જ બીજમંત્ર રૂપે શા માટે પસંદ કરવામાં આવ્યું છે? શું તેનાથી વિશિષ્ટ લાભ મળે છે? તો તે લાભ કયા છે? “ મૈયા શા માટે?” તેને વિચાર તે અગાઉ થઈ ચૂક છે. હવે તેના ખાસ લાભ અંગે વિચાર કરવાને છે.
» મૈયા બોલવાથી સર્વ પ્રથમ લાભ એ થાય છે કે તે સાંભળતા નિર્દોષ આહાદની ઊર્મિઓ ઉછળવા માંડે છે. “મા” એ શબ્દ બેલતાં જેમ હૃદયમાં અપૂર્વ આનંદ hકાય તેવી જ રીતે જ મૈયા શબ્દ પણ સ્વાભાવિક રીતે વાત્સલ્યના આનંદને પ્રગટાવે છે. ગમે તે વ્યભિચારી, દુષ્ટ કે પાપી માણસ હશે, તો પણ માતાનું નામ સાંભળતાં તેના હૃદયમાં શુભ ભાવનાઓ જ ઊઠશે. માનું વાત્સલ્ય એવું હોય છે કે તે હદયના વિકારોને ધોઈ નાખે છે. પંચપરમેષ્ઠીમાં બધી કેટિના ઉચ્ચ સાધકો આવી જાય છે. એમના માટે તે આખા વિશ્વની માતા બનવાનું ધ્યેય ફરજિયાત સાધવાનું હોય છે. એટલે જ્યારે % મૈયા ઉચારાય ત્યારે એને સતત આવું ભાન રહી શકે કે હું જગતરૂપ સંતાનની ધર્મમાતા છું. જગતના બધા પ્રાણીઓ પ્રત્યે સુખ-સંવર્ધનસંરક્ષણરૂપ વાત્સલ્ય મારે સતત રેડતા રહેવાનું છે. એક સામાન્ય ભાતામાં પિતાના બાળક પ્રતિ વાત્સલ્ય રેડવાની, હુંફ આપવાની વૃત્તિ હોય છે ત્યારે જે સાધક વિશ્વની માતા બને છે, તેનામાં આખા વિશ્વના પ્રાણુઓ પ્રતિ વાત્સલ્યને સક્રિય વહેવાર રહેવું જરૂરી છે તેને માનવ અને પ્રાણીઓ પ્રતિ મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવ યુકત વાત્સલ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવાની રહે છે. તેનામાં વિશ્વ વાત્સલ્યતા એટલે કે વિશ્વ માતૃત્વવૃત્તિનું ભાન સતત રહેવું જરૂરી છે. પિતભાવમાં મોટા ભાગે કઠોરતા જ હોય છે જ્યારે માતૃભાવમાં કમળતાને અંશ વધારે અને કઠોરતાને અંશ એ હોય છે. આમ બને ભાવે તેનામાં હોય છે. માતા ગમે તેટલી કઠેર બને તે પણ તેનું અંતર રડતું હોય છે. આમ 2 મૈયા બોલવાથી કેવળ જગતના છ પ્રતિ આત્મીય ભાવ જ જાગતું નથી પણ એમના જીવનની સુરક્ષા પણ સજાગ બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com