________________
[૪]
વિશ્વ વાત્સલ્યને બીજમંત્ર
[૭-૮-૬૧] ' –મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વ વાત્સલ્યનું ધ્યેય એક આદર્શ ધ્યેય છે. પણ એ ધ્યેયને આચરવા માટે જે તેનું સતત સ્મરણ, ચિંતન અને દર્શન ન થાય તે તે આચરી શકાય નહીં. જગતમાં જુદી જુદી સાધના અને ઉપાસનાઓ ઉપર દષ્ટિપાત કરતાં એમ જણાશે કે દરેક સાધનાના પ્રારંભમાં કોઈ એવો બીજમંત્ર હોય છે, જેની અંદર સાધનાનું ધ્યેય આવી જતું હોય છે.
સાધકને સર્વ પ્રથમ પોતાની સાધના માટે ધ્યેય નક્કી કરવાનું હોય છે. પણ તે ધ્યેય નકકી થઈ જતાં જ એને સિદ્ધિ મળતી નથી. એને એ માટે એકાગ્ર બનીને એની સાધના–એ દિશામાં ગતિ કરવી પડે છે. જગતના વેપાર અને વહેવારોમાં-એની સાધના વિચલિત ન - ચાય એ માટે; ધ્યેય ચૂકાય નહીં અને તે સતત આંખની આગળ રહે એ માટે, મહાપુરુષ બીજમંત્ર નક્કી કરે છે.
આ બીજમંત્ર પણ ન ભૂલાય, તે માટે કેટલાક મહાપુરુષો એને જાપ કરવાનું સૂચવે છે. માણસના મનનું એવું છે કે તે ચંચળ છે અને તેને એકાગ્ર ન કરવામાં આવે તો તે ડામાડોળ થતું જ રહે છે. એટલા માટે બીજમંત્રનો જાપ સ્થિરતા લાવવા માટે ઘણું આવશ્યક માને છે. એ મનને કેવળ એકાગ્ર જ કરતું નથી પણ એટલા સમય માટે જગતની ઈતર પ્રવૃત્તિઓથી આત્માને અલગ અને પવિત્ર રાખે છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com