________________
આવી છે. અને સાધુના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી પાંચસમિતિ (ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ, પરિબાપના) અને ત્રણ ગુણિને (કનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ) એ બંનેને આઠ પ્રવચન માતા બતાવવામાં આવી છે. આ આઠેય માતાઓ નિવૃત્ત કે પ્રવૃત્તિમાં કોઈને કોઈ તરફ નિયંત્રણ રાખનાર શક્તિ છે અગર તે સાધકના સંયમની સુરક્ષા રાખનારી હોવાથી પ્રવનસ્ય દ્રાવરશાંતા તલાધાર વા સંઘસ્થ માતર ફરી પ્રવજન માતર –પ્રમાણે બાર અંગો રૂપ પ્રવચની અગર તે તેના આધાર રૂપ સંધની માતાની જેમ . હેવાના કારણે તેને પ્રવચન માતા કહેવામાં આવી છે. એની વિશેષતા બતાવતાં, ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું છે –
एया पवचन माया जे सम्म आयरे मुणी ।
सो खिप्पं सव्वसंसारा विजमुच्चइ पंडिए ॥
–આ પ્રવચન માતાનું .જે મુનિ સમ્યક્ પ્રકારે (સત્ર અવિપત્તિન ન તુ સંમતિના) આચરણ કરે છે–એટલે કે સાચી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે તે પંડિત વહેલી તકે સંપૂર્ણ સંસારને અપાવે છે અને મુક્ત થાય છે.
વૈદિક ધર્મના એક ભાગ રૂપે–ભાગવતધર્મમાં ગુણપૂજાના સ્થળ પ્રતીક રૂપે વિવિધ શકિતઓ–દેવીઓને બતાવવામાં આવી છે. જેમાં મુખ્યત્વે જગદંબા, માતા ભવાની, બ્રહ્માણી, કાલી, દુર્ગા વગેરે છે. તેને ભગવાનની કર્તવ શક્તિ રૂપે બતાવવામાં આવી છે. એટલે મૈયાને અર્થ જગદંબા વગેરે શકિતઓ પણ થાય છે. જેને એ પણ ઋષિમંડળસ્તોત્રમાં એ દેવીઓ અને શકિતઓને લીધી છે.
મૈયાને ભગવતી અહિંસા રૂપે પણ લઈ શકાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં “કરી રહ્યું માવે” કહીને સત્યને નિશ્ચય રૂપે ભગવાન બતાવવામાં આવે છે તેવી જ રીતે અહિંસાને પણ “સા સા માવ માિ ના ના મિજાનવ સાં” કહીને ભગવતી રૂપે વર્ણવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com