________________
છેવટે બે દિવસે રાજ્ય નમ્યું. લોકોમાં ગરમી આવી, સભ્યો તૈયાર થયા. મેં કહ્યું : “પંદર જ લઈશું!” અંતે રાજ્ય નમતું કર્યું.
મેં ઢેબરભાઈને લખીને વિગતો મોકલી. તેમણે કહ્યું : “ખેડૂતની વાત વ્યાજબી છે પણ આપણે મોરબી રાજ્યથી બગાડવું નથી.”
આ તરફ રાજ્ય એક રાતમાં પ્રજામંડળ (નામનું) ઊભું કરાવી નાખ્યું. તે મંડળ કોઈ ઠરાવ કરે તે પહેલાં હું અને વજુભાઈ ત્યાં પહોંચી ગયા અને એ સભામાં અમે ગયા. સભા અમારી જ બની ગઈ અને જવાબદાર તંત્રને માંગો ઠરાવ થઈ ગયો.
આ વાતની ખબર પડતાં મેરબીના મહારાજ ગુસ્સે થઈ ગયા. ત્રણશો ગરાસિયા હાથમાં તલવાર લઈ પ્રાર્થના સભામાં ધાંધલ કરવા માટે આવ્યા. તેફાન શરૂ કરે તે વખતે અચાનક આરઝી હકુમતવાળા શ્રી પુરોહિત વગેરે આવી પહોંચ્યા, તેમની બીકમાં ગરાસિયાઓ દબાઈ ગયા અને તેફાન કર્યા વગર ચાલ્યા ગયા. પુરોહિતના હાથમાં સભા આવી પણ મેં તો કહ્યું : “આપણે માર્ગ અહિંસાને છે!”
. આની જાણ મહારાજાને થઈ. તેણે કહ્યું : “રાજ્ય અને ખેડૂતે સમાધાન કરી લેશે; માટલિયા વચ્ચે નહીં !”
ખેડૂત પૂછવા આવ્યા : “શું કરીએ ?”
ગોકળભાઈને છોડવાની શરતે સમાધાન કરી લે. વાંધો નથી!” મેં કહ્યું. રાજ્ય તે વખતે જે ખેડૂતમંડળ રચ્યું તે આખરે કોંગ્રેસના અંગભૂત મંડળ જેવું કામ કરે છે.
બીજી બાજુ સૌરાષ્ટ્ર સરકાર તરફથી હું ચાર માસ માટે ત્યાં વહીવટ માટે ગયે. તે દરમ્યાન મુનિ શ્રી સંતબાલજી આવેલા, ત્યારે પણ પ્રાર્થનાસભા થઈ. કેટલાક રાજના ભાડૂતી લોકોએ તેફાન તે કર્યું પણ આ બધામાંથી હું નિર્ભયતા તથા ખેડૂતમંડળ અને નૈતિક ગ્રામ સંગઠનની વાત શીખ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com