________________
તમારા સેવાદળના એક ભાઈને મારવા દે છે અને અંતે “તે ભાઈ માફી માગે !” ત્યાં સુધી વાત આવી. હું સાંઢિયાને બાઝી ગયે. એટલામાં મુખીએ આવીને પેલા માણસને પિતાના મકાનમાં બેસાડ અને બહારથી પાણી આવ્યું છે એમ કહી તેને પાણી પાયું. ધીમે ધીમે તેને નશો ઊતરી ગયો અને માફી મંગાવવાને બદલે એ તે એમને એમ પાછો ફર્યો.
તેવામાં એક બનાવ બન્યું કે કોઈ હરતાફરતાઓ સાથે એને ઝઘડે થયો. તેને માર પડ્યો અને તેની બંદૂક પણ તેઓ લઈ ગયા, ગામમાં વાત ફેલાઈ કે માટલિયાએ એવું કર્યું લાગે છે. એક વાર હું બહારગામથી આવતો હતો કે મારી ઝૂંપડીમાં એક ચેર આવેલો. મને જોઈને માલ ફેંકી તે ચાલતો થશે. બસ વહેમ શરૂ થયા છે માટલિયા પાસે કંઈક છે. રાખ આપે તે માણસ સાજો થઈ શકે છે.”
એ જ અરસામાં બધા વહેમે સામે થનારૂં “ખેડૂત-ય-સાધક - મંડળ” રચાયું. સંસ્થારૂપી સૂર્યનાં સપ્ત પટ્ટીના સાત ગુણ ગામમાં ખીલ્યાં. અમે અમારી સામે વાસલ્યનું પ્રતીક પણ રાખ્યું છે, જેથી સતત જાગૃતિ રહે.
મમતા-મોહ કે અહંતા એકદમ તે જતાં નથી પણ ગાળમાં પાણી પડતાં ચીકાશ ઘટે તેમ એ વ્યાપક થતાં ઘટે છે, અહંતા-મમતા સંપૂર્ણપણે ગયાં નથી. પણ તે વ્યાપક થયાં છે જેથી સાવ મૂર્શિત થવાતું નથી એમ મને લાગે છે. દુજન સંહારમાં વિશ્વ વાત્સલ્ય ખરું?
આ અનુભવો સાંભળી દંડી સ્વામીજીએ પ્રશ્ન કર્યો: (૧) હિરણ્યકશ્યપને વધ નૃસિંહે કર્યો. (૨) રામે રાવણને માર્યો ( ૩ ) કૃષ્ણ દ્વારા કંસ ભરાય તે આમાં વિધવાત્સલ્ય ગણાય ખરું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com