________________
પ૧
અનિષ્ટ તરફ જતાં રોકવા માટે અને ઉન્નત બનાવવા સક્રિય કરવા માટે આપે. જે આવી વ્યાપકતા સાધક જીવનમાં ન હોય તે બંધિયાર પાણીની જેમ તેનામાં પણ વિકૃતિ આવવા માટે સંભવ છે. - દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે સાધક જીવનની વ્યાપક્તા હેય તે જ દે ન પેસી શકે. જે સાધક પિતાનું વિચારશે જગતનું કે સમાજનું નહીં વિચારે તે તેનામાં અહકાર, સ્વાર્થ, ધણું, દ્વેષ વગેરે અનિષ્ટ પેસવાની શંકા છે. એટલા માટે દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે :–
“सव्वभूयप्पपूस्सं समं भूयाइ पासओ । पिहि आसवस्स दंतस्स पावकम्मं न बंधई ॥"
જે બધા પ્રાણીઓમાં, હું બધાં પ્રાણુઓમાં છું અને મારામાં બધાં છે; એમ તત (તન્મય) બની જાય છે, બધા પ્રાણીઓને આત્મવત્ લેખે છે, તે પિતે આa (દે) થી દૂર રહે છે અને પાપકર્મને બાંધતો નથી. અહીં સ્પષ્ટરૂપે બધા જીવોને પિતાના સમાન લેખવાને આદેશ છે. એટલે કે સાધકે કેવળ પિતે સાધના વડે વિકાસ કરી ઉન્નત થવાનું નથી, પણ સાથે બીજાને પિતાના સમાન એટલે કે શુદ્ધ કરવાના છે અને તે માટે તેણે ઈદ્રિયમન અને આત્મસંયમ કેળવવાને છે. જે આવું કરે છે તે પાપકર્મને ન બાંધે એ સ્વાભાવિક છે અને સાથે જ અહંકાર, સ્વાર્થ, ધણું, વગેરે અનિષ્ટો તેનાથી દૂર રહે એ પણ એટલું જ સહજ છે.
વિધવાત્સલ્યને સાધક આમ સમાજ જીવનમાં સંયમ, ધર્મ, નીતિ વગેરે પૂરવા એક તરફ આત્મીય બની પ્રવૃત્ત થાય છે જ્યારે બીજી બાજુ સમાજનાં અનિષ્ટ અંગે વિરોધ કરી-નિવૃત થાય છે. આમાં એક તરફ તે “ઈન્ટ” અંગે સહકાર અને અનિષ્ટો અંગે અસહકાર; એક બાજુ તાદાઓ અને બીજી બાજુ તટસ્થતા દાખવે છે. બીજા શબ્દોમાં સરળ રીતે કહીએ તે બાજુ ચિતન્ય તત્વની દષ્ટિએ આત્મીયતા કેળવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com