________________
૫૫
- રામાયણમાં શબરીનું વર્ણન આવે છે. શબરી ભીલડી હતી. તે સંસ્કારી હતી. પિતાને વિકાસ થાય તે માટે તેને કોઈ આશ્રમમાં રહેવાની ઈચ્છા થઈ. તે પ્રબળ જિજ્ઞાસા સાથે માતંગ ઋષિ પાસે આવી અને પિતાને આશ્રમમાં રાખવાની તેણે વિનંતિ કરી. આશ્રમનું વાતાવરણ પવિત્ર હતું અને શબરી પણ બ્રહ્મચારિણી હતી. શિષ્યો પણ વિદ્વાન હતા. શબરીને દાખલ કરવામાં કોઈ પણ સિદ્ધાંતને બાધ આવતે ન હતો. ઋષિએ વિચાર્યું કે આવી પછાત જાતિની સ્ત્રીને ઉદ્ધાર કરે જોઈએ અને તેમણે તેને આશ્રમમાં જગ્યા આપી.
શિષ્યોએ વિરોધ કર્યો. આ તે બ્રહ્મચારીઓને આશ્રમ; તેમાં વળી સ્ત્રી કેવી? અને તે પણ આવી નીચ જાતિની! તેને રખાય જ કેમ? સમાજમાં ઉહાપોહ થશે અને આપણું પ્રતિષ્ઠાને ફટકો લાગશે. માટે તેને રાખવી નહીં.
ઋષિએ કહ્યું : “આપણે આ પ્રશ્નને સિદ્ધાંતની દષ્ટિએ જેવો જોઈએ. પ્રતિષ્ઠા કરતાં સિદ્ધાંત મોટો છે.”
ઋષિએ શબરીને આશ્રમમાં રહેવાની અને જ્ઞાન વિકાસ પામવાની રજા આપી. વિરોધમાં શિષ્યોએ ગુરુ અને આશ્રમ બન્નેને ત્યાગ કર્યો. તેઓ પ્રતિષ્ઠાના વાળમાં સપડાઈ ગયા. માતંગ ઋષિએ એક નીચલા થરની સ્ત્રીને ખાતર સમાજ અને શિષ્યને પ્રકોપ વહોર્યો પણ તેઓ વાત્સલ્ય સિદ્ધાંતને ન ચૂક્યા.
પોતાને દેહ છોડતી વખતે માતંગ ઋષિએ શબરીને કહ્યું : “તારું કલ્યાણ ભગવાન રામ આવશે ત્યારે થશે !”
તેથી શબરી પિતાના પ્રભુ રામમાં મગ્ન થઈને રહેવા લાગી. તે પિતાની કુટીરમાં રહેતી, આશ્રમને સાફસૂફ કરતી, સેવા કરતી. નાના નાના છોડ અને મોટા-મોટા વૃક્ષો, પશુ-પંખીઓ સાથે પણ તેને પરિચય વધવા લાગ્યો. તેની આત્મીયતાની સાધના વધતી ગઈ. પરિણામે, જ્યારે રામ આવ્યા ત્યારે તે રામને, પંપા સરોવર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com