________________
બાપ સમજી ગયા. તેમણે કહ્યું : “બાયું તે થયું છે પણ હવે ખેતર જૂતું નથી ! "
મારા માટે બાપાએ દૂધપાકનું જમણ બનાવ્યું હતું. મેં કહ્યું: “બાપાદૂધપાક તે મને બહુ ભાવે, પણ તમારે નીચોવીને આપવું પડશે ! ”
“ દૂધપાક તે નીચેવાતો હશે?” બાપાએ પૂછ્યું.
પણ મારે તે નીચોવીને જોઈએ. એમાં અણહક્કનું તત્વ ભળી ગયું છે.” બાપા સમજી ગયા. છેવટે એક મોસમ લઇને તે જમીન છેડવા માટે માની ગયા. માણસોની સામે એ મુજબનું લખાણ થયું. કાઠીની ઘડી વેચાવી નાખી. દાણચેરી વ. અનિષ્ટો બંધ થયાં. કાઠીભાઈ બે બળદ ખરીદી ખેતીમાં લાગી ગયા. આ વ્યક્તિગત પ્રશ્ન તો સારી રીતે ઉકેલાયો, પણ આવું ઠેર ઠેર હતું. એટલે જુલ્મ-નિવારકસેવાદળ રચાયું.
એ જ અરસામાં સેવાદળ પાસે એક સવાલ આવ્યો, એક ગુડ માણસનું ઊંટ બધાનાં ખેતરોમાં ફર્યા કરે. તે પાકો ગુડે કોઈકની ભરીને બાર વર્ષથી પિતાના ઘરમાં રાખેલી છતાં કોઈ એને કંઇ ન કહી શકે. તે વખતે અમે અહિંસાની દિશામાં ઊંડા ઉતર્યા ન હતા. એટલે સેવાદળના માણસોએ ઊંટના પગમાં ગોળી મારી તેને લંગડ બનાવી દીધું.
આ ખબર પડતો પેલો ચીડાયો. એક દિવસ દારૂ ઢીંચીને આવ્યો અને બોલવા લાગ્યો : “ભવાની ભોગ માગે છે? તમને મારીને લોહી આપવું છે!” .
બધાય ગભરાયા. મારી પાસે બેઠેલા બે મોટા પટેલો તે ચાલવા લાગ્યા. સેવાદળના યુવાને ચિત્રવત બની ગયા. હું ઊભું થયું અને પેલા ભાઈને અડે. તે છંછેડાયો નહીં. કંઈક શાંતિ આવતાં તેણે કહ્યું: “ઠીક, તલવાર નહીં તે માન, મારવા દે !” વાત ઉતરતાં કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com