________________
૩૩
વ્યક્તિ પોતે કરી શકે પણ વિશ્વ વાત્સલ્ય-સાધનાની પ્રેરણા આખા સમાજને આપવા માટે તે સાધુજીવન જ સફળ સાધન છે. ગૃહસ્થ જીવનમાં વિશ્વ વાત્સલ્યની પ્રેરણા આખા સમાજને આપવી એ લગભગ સશકય જેવું છે. કદાચ ગૃહસ્થ સંયમી બને તે પણ વિધવાત્સલ્યની પ્રેરણું જગડવા માટે સાધુઓની સંયમ મર્યાદાજ પ્રેરક બની શકે છે. ઉતરાધ્યયન સૂવમાં બતાવ્યું છે -
संति एगेहिं भिक्खुहि, गारत्था संजमुत्तरा।
गार त्थेवि सम्वेहि ‘साहवो संजमुत्तरा॥ કોઈક સાધુ કરતાં ગૃહસ્થ સંયમમાં ઉત્તમ હોય છે પણ બધા ગૃહસ્થ કરનાં સાધુઓ જ સંયમમાં ઉત્તમ હેય છે. વિશ્વવાત્સલ્યની સાધનાની પ્રેરણા આપવા માટે ઉત્કૃષ્ટ પ્રકારનો સંયમ લેવો જરૂરી છે અને તે કેવળ સાધુજીવનમાં જ હોઈ શકે છે. જ્યારે ગૃહસ્થાશ્રમમાં કુટુંબ-મોહ વગેરે દેષ હેઈને તેમની વાત્સલ્યની મર્યાદા કેવળ સમાજ વાત્સલ્ય સુધી રાખી છે. તે છતાં જે ગૃહસ્થો સંયમની ભૂમિકામાં આગળ વધ્યા હોય છે, જેમણે ત્રસજીવોની નિરપરાધી હિંસાને ત્યાગ કર્યો છે અને સાપરાધી ત્રસ જીવે હિંસામાં વિવેક બતાવ્યો છે અને સુક્ષ્મ એકેન્દ્રિય જીવોની પણ મર્યાદા કરી છે તેમને શ્રમણોપાસક કહેવામાં આવ્યા છે. તેઓ વિધવાત્સલ્યની સાધનામાં મદદગાર હોય છે, તેને અનુસરનાર હોય છે. આજે કેટલાક જૈન ગૃહસ્થ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેદ્રિય જીવોની મર્યાદા કરે છે પણું તેઓ સમાજહિત વિરૂદ્ધ કામ-ધંધો કરતા હોય છે. આવા લોકોનું એકેન્દ્રિય જીવોની મર્યાદાવાળું વિશ્વ વાત્સલ્ય વિકૃતિનું સૂચક છે કારણ કે તેમણે સમાજવાત્સલ્યની સાધના કરી નથી અથવા છોડી દીધી છે. સમાજ–વાત્સલ્યની પૂર્ણતા પછી જ વિશ્વ વાત્સલ્યની સાધના સફળ થઈ શકે છે.
મહાત્મા ગાંધીજીને વિશ્વ વાત્સલ્યની સાધનાની પ્રેરણા એક જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com