________________
૩૮
.
એટલે કે જેને પુત્ર ન હોય તેની ગતિ થતી નથી, તેને સ્વર્ગ મળતું નથી, તેમ જ વાંઝણા મા-બાપનું મ ન જેવું આવી ભાવના પ્રસરવા લાગી. પિતાને પુત્ર ન હોય તે વંશ ચલાવવા માટે પિતાના ભાઈ કે કુટુંબીના પુત્રને દત્તક લઈને ઇચ્છાની પૂર્તિ કરવા લાગ્યા.
લોહીના સંબંધમાં કેટલીક વાર વાત્સલ્યને બદલે મોહ હોય છે પણ જે માનસિક સંબંધ હોય છે તેમાં કર્તવ્યને સંબંધ હઈ વાત્સલ્ય શુદ્ધ રહી શકે છે. તેમજ તેને વિકાસ પણ થઈ શકે છે.
" એટલે વાત્સલ્ય જે માણસના કુટુંબ સુધી સીમિત હતું તેને વિકાસ થશે અને તેણે સમાજ-વાત્સલ્યનું રૂપ ધારણ કર્યું. પોતાના માટે, પિતાના કુટુંબ માટે દરેક કંઈક કરે છે પણ એવી જ કર્તવ્ય ભાવનાએ પ્રેરિત થઈ આખા સમાજને ટકાવી રાખવા માટેની જે અનુભૂતિ માણસે પ્રગટાવી તે સમાજ-વાત્સલ્ય કહેવાયું.
માણસ એક સામાજિક પ્રાણી છે. તેને પિતાનું જીવન ટકાવી રાખવા માટે સમાજના ઘણા અલગ-અલગ એકમોને સહયોગ મેળવવો પડે છે, તેમ જ તેને પણ એ સામાજિક સહયોગમાં પિતાને ફાળે આપ પડે છે. માણસના જીવનને ઉચ્ચ અને દિવ્ય બનાવવા માટે પૂર્વજોએ ઋષિમુનિઓએ સાધના કરી એક ભૂમિકા તૈયાર કરી છે. તેના આધારે માણસ આગળ વધે છે. ઈતિહાસ-ભૂગાળ કે વિજ્ઞાનની જે શોધખોળ થઈ છે તે લોકોએ પિતાના એકાંત હિત માટે નથી કરી. તેઓ તે સુખી હતા પણ પિતાની સાથે સમાજને પણ સુખી જેવા ઈચ્છતા હતા એટલે તેમણે શોધખોળ કરી. તેની પાછળ જે કોઈ એક ભાવના કાર્ય કરતી હોય તે તે સમાજ વાત્સલ્યની હતી.
સમાજવાત્સલ્યમાં વાત્સલ્ય કેવળ એક તરફી નથી હોતું; પણ તે તે બીજાને પાવાનું તેમજ પીવાનું હોય છે. માનવજાતિને જે સમાજવાત્સલ્ય ન મળ્યું હેત તે તે પણ બીજા પશુઓની જેમ જ રહેત. આસપાસનું સામાજિક વાતાવરણ, સભ્યતા, સંસ્કૃતિ વગેરે જે કંઈ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com