________________
શ્લોકાર્થ :- સાતલવ જેટલુ ધ્યાન, છઠ્ઠતપ મોક્ષ સામાયિક આદિથી દેવાયુષ્ય, પૂજા, રાજ્ય વિ. ને આપે છે. દાનાદિ મનુષ્ય ભવને આપે છે.
વિશેષાર્થ:- આધિ વ્યાધિથી રહિત (નિરોગી, તંદુરસ્તીનો એક શ્વાસોશ્વાસ એવા સાત શ્વાસોશ્વાસ બરાબર એક સ્તોક તેને પણ સાત ગુણ કરતાં ૧ લવ થાય અને ૭૭ લવ પ્રમાણ બરોબર એક મુહુર્ત થાય એ પ્રમાણે કહેલા સાત લવ સુધીનું ધ્યાન અને છઠ્ઠ તપ જે મોક્ષને આપે છે. જો અનુત્તર વાસી દેવોનું પૂર્વભવમાં સાતલવ પ્રમાણ ધ્યાન અને છઠ્ઠ તપ વધારે હોત તો તેઓ મુક્તિ પામી જાત પરંતુ તેટલામાં આયુષ્ય પૂર્ણ થવાથી તેટલું ધ્યાન અને છઠ્ઠ તપ ઓછો થયો તેથી તેઓ સર્વાર્થસિધ્ધમાં ગયા અથવા વિજયાદિમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુષ્યને ભોગવનારા થયા અને તેઓ એકાવતારી હોવા છતાં પણ એકવાર ગર્ભાવાસનો અનુભવ કરે છે (ગર્ભાવાસમાં આવવું પડે છે.)
કહ્યું છે કે :- જો સાત લવ પ્રમાણ આયુષ્ય અને છઠ્ઠ તપ હોત તો સિધ્ધિ સુખને પ્રાપ્ત કરત તેટલું પ્રમાણ બાકી રહ્યું તેથી તેઓ લવસત્તમા કહેવાય છે તથા છઠ્ઠ તપથી જેટલા કર્મ નિર્જરાને પામે તેટલા અલ્પકર્મો અનુત્તર વાસિઓના બાકી રહ્યા. એ પ્રમાણે ભગવતી સૂત્રના આલાવામાં કહેલા અર્થને જણાવનારી બે ગાથાઓ છે. તથા સર્વાર્થ સિધ્ધ નામના ઉત્કૃષ્ટ સ્થિતિવાળા વિજયાદિમાં રહેલા એક વખત ગર્ભમાં આવનારા એકાવતારી દેવો લવસત્તમાં કહેવાય છે. એ પ્રમાણે મનુષ્યભવમાં ધ્યાનનું અને તપનું મોક્ષ રૂપ ફલ હોવાથી મહામૂલ્યવાન રત્નોનો ઉપચાર કર્યો છે. એ પ્રમાણે આગળ પણ સમજવું.
તથા સામાયિક આદિથી પ્રાપ્ત થતું દેવાયુ, આદિ શબ્દથી પૌષધ અને જિનપૂજા વિ. પણ ૯૨ ક્રોડ પલ્યોપમ પ્રમાણથી પણ કંઈક અધિક દેવાયુષ્યને યોગ્ય શુભકર્મનો બંધ કરાવે છે. એ પ્રમાણેનો સંબંધ છે. સામાયિકને વિષે કહ્યું છે કે સમતાભાવ પૂર્વક બે ઘડી પ્રમાણ સામાયિક કરતો શ્રાવક આટલા પલ્યોપમ પ્રમાણ દેવપણાનું આયુ બાંધે છે. બાણુ ક્રોડ, ઓગણસાઠ લાખ પચ્ચીસ હજાર નવસોને પચ્ચીસ અને પલ્યોપમના આઠમા ભાગના ૩
:
-
-
-
-
-
wwwwxxx.s: * - - - - - - - - - -
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (14) મ.અ.અંશ-૧,તરંગ-૩
કas assission: : : : : : : : : :