________________
શ્લોકાર્થ :- હે પંડિતો ! ત્રણ ગતિમાં ધર્મની દુર્લભતા સમજીને (પામીને) સુંદર એવા નરભવને પામીને (મેળવીને) નિરંતર વિશદ નિર્મલ એવા ધર્મમાં પ્રયત્ન કરો. જેથી કરીને જલ્દી જય રૂપ લક્ષ્મીને પામીને શિવને મેળવો – પામો ઈતિ II તપા ગચ્છીય મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકરે મધ્યાધિકારના પહેલા અંશમાં ચારગતિમાં ધર્મ સ્વરૂપની વિચારણાના નામનો ॥ બીજો તરંગ પૂર્ણ... |
તરંગ બીજાનો ટુંકસાર....
હવે પૂર્વે કરેલી વ્યાખ્યાનો (કરેલો) વિસ્તાર જોઈને સંક્ષેપમાં કહ્યું હોવા છતાં પણ વિસ્તારને કરવામાં સમર્થ છતાં (પણ) સંક્ષેપની રુચિવાળાના અનુગ્રહ માટે સંક્ષેપથી ચાર આકરના વ્યાખ્યાનને માટે તેજ ગાથાની વ્યાખ્યા કરે છે.
શ્લોકાર્થ :- રત્નાકરમાં ગયેલા રત્નગ્રહણ કરવામાં પ્રમત્ત અને અપ્રમત્ત જે રીતે બહુલાભ અને બહુહાની પામે છે તેમ મનુષ્યભવમાં ધર્મને વિષે સમજવું તેની વ્યાખ્યા કરે છે.
રત્નાકર એટલે ઉપલક્ષણ થી સૂચિત ત્રણ આકરના દૃષ્ટાંત આદિની યોજના આ પ્રમાણે છે....
જે રીતે બે પ્રમત્ત મનુષ્યો ક્યારેક ખુશ થયેલા રાજાએ મહિનાથી અધિકદિન સુધી આપેલા તૃણાકારવાળા વિષમગિરિમાં આવ્યા.
સામાન્ય ભા૨વાલો અને ગાડુ ભરેલા પ્રમાણના ઘાસવાળા એમ બે જણા પોતાના નગરમાં આવ્યા અને તેને આઠ દ્રમનો લાભ થયો એ પ્રમાણે અણુ (અલ્પ) જ લાભ થયો બીજાને થોડો વધારે એટલે કે થોડો વિશેષ લાભ થયો આ પ્રમાણે ન૨કગતિમાં ગયેલા ક્યારેક પ્રાપ્ત થયેલા બોધિ (સમ્યકત્વ) વાળા પ્રમત્ત અને અપ્રમત્ત વેદનાથી આકુળ હોવાથી (૧) અવિશુધ્ધ (૨)
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 12 | મ.અ.અંશ-૧,તરંગ-૨