________________
કર્મથી મિશ્ર હોવાથી તેઓએ કરેલ જિન પૂજાદિ પૂણ્ય કર્મથી મનુષ્ય કરેલી જિન પૂજાદિથી બંધાયેલા કર્મની જેમ બહુ ફળવાળું હોતું નથી.
અને તેવી રીતે સંભળાય છે કે ઈન્દ્રને આઠ પટ્ટરાણી (ઈન્દ્રાણી) હોય છે. અને એક એક અગ્ર - મહિષિ ઘણાય રૂપોને કરે છે. આ વાત શ્રી દેવેન્દ્ર નરકેન્દ્ર પયનાની સૂત્રની વૃત્તિમાં કહ્યું છે. શક્રેન્દ્રને આઠ પટ્ટરાણિઓ હોય છે. વળી એક એક સોલ હજાર રૂપને વિદુર્વે છે. (બનાવે છે.) શક્રપણ જ્યારે ભોગની ઈચ્છા થાય ત્યારે તે ભોગને યોગ્ય તેટલા રૂપો અને ૧ લાખ યોજન પ્રમાણ વિમાનને વિદુર્વે છે. અને તે (શક્રેન્દ્ર) સર્વ દેવી સબંધી ઉત્તર વૈક્રિય કરે છે. અને તે આ પ્રમાણે ૧ લાખ ૨૮ હજાર શક્રેન્દ્રને ઓધથી (સામાન્યથી) દેવીઓ હોય છે એ પ્રમાણે ઈન્દ્રનું પણ ભોગની ઈચ્છાને વિષે ઉત્તર વૈક્રિય શરીર બધાની આગળ જાણવું આટલા બધા રૂપ વડે હંમેશા વિષયમાં આસક્ત ઈન્દ્ર કેટલાક રૂપે જિનપૂજાદિ કરે છે. આથી દેવભવે પણ સ્વલ્પ પુણ્ય પ્રાપ્તિની સંભાવના હોવાથી મનુષ્ય જન્મ પામીને સર્વ શક્તિનો ઉપયોગ કરીને પ્રયત્ન કરવો એજ ઉપદેશનું રહસ્ય છે. મેરા
અને તેવી રીતે બે પુરૂષોને અજ્ઞાનપ્રિય યક્ષે “તીર્થંચાયુષ્ય ગુઢહૃદયી શઠ અને સશલ્ય ઈત્યાદિ પ્રકારે બાંધેલા તીર્થંચ ગતિના આયુષ્યના કર્મથી પૂર્વે કહેલા ચન્દનાકર સરિખી તીર્થંચગતિમાં મૂક્યા અને ત્યાં જેઓ ધર્મને નહિ જાણનારા, હિંસાદિ ક્રૂર કર્મમાં રત (લાગેલા) સિંહ સર્પ વિ. નો અહીંયા અધિકાર નથી (તેઓની વાત નથી) જેઓ જાતિસ્મરણ અથવા તીર્થકરાદિની દેશનાથી પ્રતિબોધ પામેલા ધર્મમાં પ્રયત્ન કરે છે. તેમાં પણ કેટલાક પ્રમત્ત અને અપ્રમત્ત છે. તેમાં જે પ્રમત્ત છે તે સ્વલ્પ સમ્યકત્વનો સ્વીકાર દેશવિરતિ ધર્મને કરતાં યુગલિકપણું અલ્પઋધ્ધિવાળા દેવાદિ ભોગોને પામે છે. અને અપ્રમાદિઓ શુધ્ધ સમ્યકત્વ દેશવિરતિ આદિનું પાલન કરતાં મરૂભૂતિના જીવની જેમ ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર ૮ મા દેવલોકની મહાઋધ્ધિવાળા દેવાદિ ભોગોને પામે છે. તેથી અહીં સુરગતિને આશ્રયીને પ્રમત્ત અને અપ્રમત્તને બહુતર વિશેષ જાણવું. પરંતુ બહુતમ નહિ કારણ કે તીર્થકર, ચક્રવર્તિ વિ. પદ સહસ્ત્રાર દેવલોકથી અધિક દેવ સુખાદિ પ્રાપ્ત ન થવાથી [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 10 મિ.અ.અંશ-૧,તરંગ-૨)
th :::::
::::::::::::::::::::::::::::::::::::::::::: • • • • • • • • •