________________
અને (૪) નર (મનુષ્ય) ગતિના આયુ કર્મના બંધનું પરિણામ, તૃણાદિ ચાર આકર સમાન (૧) નારક (૨) દેવ (૩) તિર્યંચ અને (૪) મનુષ્ય રૂપ ચાર ગતિઓ, આઠ પુરૂષ સમાન આઠ પ્રકારના જીવો, પુરષોના ઘણા પ્રકાર હોવા છતાં જાતિ માત્રની ગણના દ્વારા આઠ પ્રકારની કલ્પના કરી છે. તેમાં બે ગુરૂની અપેક્ષા વિનાના પાંચ પ્રકારના મિથ્યાત્વ, વિષય પ્રમોદાદિની પરતંત્રતાથી (પ્રમાદાદિમાં પડેલા હોવાથી) ધર્માર્થ અને આલોકને માટે યજ્ઞપિતૃકર્માદિ, કૃષિખરકર્માદિ, મહારંભ, હિંસાદિ ક્રૂર કર્મોને કરવાથી પાપ પ્રિય યક્ષની આરાધના સરખા નરકાયુના બંધાદિ કર્મથી નરકરૂપ તૃણાકાર, ગિરિના વર્ણન કરાયેલા ભયંકર શિલા વિ. થી ઉત્પન્ન થયેલી વિ. વેદનાદિ ઉપમિતિ શાસ્ત્રમાં કહેલા અનંત દુઃખ પામે છે. ત્યાં ત્રણ પ્રકારે અને દશપ્રકારની વેદનાથી દુઃખી જે જીવો છે તેઓ ધર્મને પણ જાણતા નથી (સમજતા નથી) તેની અહીંયા વાત નથી તેઓ અત્યંત દુર્બાન વિ. થી પાપનું અર્જન કરતાં હોવાથી અને પૂણ્ય અર્જનમાં જ દૃષ્ટાંત હોવાથી (તેઓની અહીં વાત નથી, તેથી જે નારકીઓ વેદનાથી પીડાતા હોવા છતાં પણ કંઈક ધર્મ પણ કરે છે. તેનોજ અહીંયા અધિકાર છે (વાત છે) તેથી તેનો પ્રકાર કહે છે.
જાતિસ્મરણ વિ. થી અથવા મિત્ર વિ. ના પ્રતિબોધ વિ. થી શશિરાજાદિની જેમ જેને ધર્મને જાણ્યો છે. ત્યાં પણ સમ્યકત્વથી અધિક ધર્મની પ્રાપ્તિ થતી
નથી.
ત્યાં પ્રમાદી વેદના વિ. થી આક્રાન્ત હોવાથી સ્વલ્પજ દેવ-ગુરૂ આદિનું ધ્યાન કરે છે. અને અપ્રમત્ત ક્ષાયિક સમ્યગુષ્ટિ વિ. કંઈક તેનાથી અધિક ઉપાર્જેલા ફલને પણ મનુષ્યભવમાં કંઈક જ અધિક પામે છે. એ પ્રમાણે પરસ્પર સુખની પ્રાપ્તિ અલ્પ જ છે. પ્રમત્તથી અપ્રમત્તને કંઈક વિશેષ લાભ મળે છે.
આથી નરક ભવમાં ધર્મની દુર્લભતાને વિચારીને મનુષ્યભવમાં જ ધર્મ સર્વ પ્રકારના પુરૂષાર્થ થકી સાધ્ય છે. (સાધી લેવો) આ ઉપદેશનું તત્ત્વ છે. //// || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](8)મ.એ.અંશ-૧,તરંગ-ર
::::::::
::::::::::::::::::::::::::