________________
બહુતમ નહિ અને ઉપદેશનું રહસ્ય પૂર્વની જેમ જાણવું. તેવી રીતે બને જ્ઞાનપ્રિય યક્ષ “પ્રકૃત્તિથી અલ્પકષાયી (સૌમ્ય) હોય તેવો જીવ શીલ, સંયમથી રહિત હોય તો પણ મધ્યમ ગુણવાળો મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. llll ઈત્યાદિ વિધિથી બંધાયેલા મનુષ્યના આયુષ્યના કર્મથી પૂર્વે બતાવેલા (કહેલા) રત્નાકર સારિખિ મનુષ્યગતિમાં મૂકે છે. અને ત્યાં જેઓ ધર્મને જાણતા નથી તેનો અધિકાર નથી. ધર્મને જાણનારાના પણ બે પ્રકાર છે. પ્રમત્ત અને અપ્રમત્ત તેમાં જેઓ ગુરૂના ઉપદેશથી પ્રતિબોધ પામેલા હોવા છતાં પણ પ્રમાદને પરવશ પડેલા સમ્યક્ત દેશવિરતિ અથવા સર્વવિરતિનો સ્વીકાર કરતા નથી પ્રમાદથી રત્નોને નહિ ગ્રહણ કરેલા જીવની જેમ અને જેઓએ તે ધર્મને સ્વીકારેલો છે તેવો પણ (૧) મદ્યપાન (૨) વિષયસેવન (૩) કષાય (૪) નિદ્રા અને (૫) વિકથા આ પાંચ પ્રમાદ કહેલ છે. એ પ્રમાણે પાંચ પ્રમાદો વડે (૧) આળસ (૨) મોહ (૩) અવર્ણવાદ-નિંદા (૪) માન (૫) ક્રોધ (૬) પ્રમાદ (૭) કૃપણતા (૮) ભય (૯) શોક (૧૦) અજ્ઞાન (૧૧) અપેક્ષા (૧૨) કુતુહલ (૧૩) રતિક્રિડા ઈતિ તેર કાઠીઆઓ વડે અથવા નિદાન કરનારા તાપસ શ્રેષ્ઠિ, ચક્રિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, કુલવાલક શ્રમણ, કંડરિક, કોણિક આદિની જેમ મહાઆરંભ પરિગ્રહને ધરનારા સમ્યકધર્મ ક્રિયામાં ઉદ્યત થતા નથી તેઓ પ્રમાદથી હારી ગયેલા રત્નની જેમ સાતમી નરક સુધીના પણ દુઃખોને પામે છે. અસાર રન પામેલાની જેમ અલ્પ ભાવથી કરેલા ધર્મીઓ વ્યંતર કિલ્બિષિક આદિમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં અલ્પ સુખનો અનુભવ કરે છે. (પામે છે) અને અપ્રમાદીઓ નિરતિચાર પણે સારભૂત જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધના કરનારાઓ તરતમતાથી વૈમાનિક, રૈવેયક, અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને આસન સિદ્ધ થાય છે. અને વળી કેટલાક મોક્ષને પણ પામે છે. ચિંતામણી રત્નને પામેલાની જેમ સર્વ દુઃખથી રહિત બને છે. ઈતિ આથી નરભવે (મનુષ્યગતિમાં) પ્રમત્ત અને અપ્રમત્તમાં બહુતમ વિશેષ છે. કારણ કે મનુષ્ય ભવમાં સર્વ ધર્મકર્મો મહામૂલ્યવાન રત્નચિંતામણી સમાન છે.
કહ્યું છે કે “સાતલવ સુધીનું ધ્યાન, છઠ્ઠતપ” ઈત્યાદિ આ ગાથાની આગળ વ્યાખ્યા કહેવાશે. [[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 1).અ.અંશ-૧,તરંગ-ર)
:
-
, , , , , ,
,
,
, , , , ,
, ,
,
, ,
કામ
રનારા
કાકા
: 1.::::::::
::::::::::::::
સ
મજ :::::::::::::::