________________
તાવિગમસૂત્ર ભાગ-૨/ આહાય-૨| -૧ થાય છે. જેમાં લોભનો ક્ષયોપશમભાવ વર્તે છે, તેઓમાં નિરીહતાનો પરિણામ વર્તે છે. આવા જીવોને આત્માના ગુણોને પ્રગટ કરવાનો યત્ન વર્તે છે અને બાહ્ય પદાર્થોમાં કોઈ પદાર્થને પ્રાપ્ત કરવાની ઇચ્છા રહેતી નથી. જે મહાત્માઓ આત્મામાં પ્રતિબંધને ધારણ કરીને આત્માના પરિણામની પ્રાપ્તિમાં ઉપકારક હોય તેવા જ દેહ, ઉપકરણ આદિને ધારણ કરે છે તેમાં નિરીહતાનો પરિણામ વર્તે છે. જેઓને શરીરની શાતામાં પ્રીતિ વર્તે છે, તેઓને શરીર પ્રત્યેના મમત્વરૂપ લોભ વર્તે છે. અને શરીરની ઉપષ્ટભક બાહ્ય સામગ્રીની ઇચ્છા થાય છે ત્યારે તે વિષયક લોભ વર્તે છે. આ સર્વ લોભના ઉદયકૃત ઔદયિકભાવો છે. સંયમના ઉપષ્ટભક પદાર્થથી અતિરિક્ત બાહ્ય પદાર્થોની અનિચ્છાનો પરિણામ તે લોભના ક્ષયોપશમભાવરૂપ સંતોષનો પરિણામ છે. લોભનો સર્વથા ક્ષય થાય છે ત્યારે સર્વ ભાવો પ્રત્યે ઇચ્છાનો અભાવ સ્થિર થાય છે, જે ક્ષાયિકભાવના સંતોષરૂપ છે. પુરુષવેદ આદિ ત્રણ વેદ -
લિંગ વેદોદય આત્મક ઔદયિકભાવ છે. તેથી પુરુષવેદનો ઉદય, સ્ત્રીવેદનો ઉદય કે નપુંસકવેદનો ઉદય તે દયિકભાવ છે. આ ત્રણમાંથી જે ઔદયિકભાવ વર્તતો હોય તેને અનુરૂપ કામની વૃત્તિ થાય છે તે ઔદયિકભાવ સ્વરૂપ છે. મહાત્માઓ સંયમની સાધના કરે છે ત્યારે ચારિત્રના પરિણામથી અત્યંત મંદ થયેલો તે ઔદયિકભાવ છે. જ્યાં સુધી વેદમોહનીયકર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી મંદ-મંદતરરૂપે વેદમોહનીયકર્મ આત્મક ઔદયિકભાવરૂપે અવશ્ય વર્તે છે. મિથ્યાદર્શન -
વળી મિથ્યાદર્શન એક ભેદવાળું છે, જે મિશ્રાદષ્ટિ જીવોને હોય છે. મિથ્યાદર્શન ઔદયિકભાવરૂપે હોય છે, ત્યારે જીવને પદાર્થનો વિપરીત બોધ કરાવે છે. અને તે મિથ્યાદર્શન જ ક્ષયોપશમભાવરૂપે પરિણમન પામે છે ત્યારે ક્ષયોપશમભાવનું સમ્યક્ત પ્રાપ્ત થાય છે. જ્યારે મિથ્યાદર્શન આપાદક કર્મનો સર્વથા ક્ષય થાય છે, ત્યારે ક્ષાયિકભાવનું સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અજ્ઞાન :
અજ્ઞાન એક ભેદવાળું છે. જે જીવોમાં જેટલો જ્ઞાનાવરણીયકર્મનો ઉદય છે તેટલા અંશે તેઓમાં ઔદયિકભાવનું અજ્ઞાન વર્તે છે. આથી ચૌદપૂર્વમાં પણ જે અંશથી જ્ઞાનાવરણીયકર્મનો ઉદય છે તે અંશથી અજ્ઞાન વર્તે છે. મતિ આદિ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરભાવી પ્રાતિભજ્ઞાન થાય છે ત્યારે પણ જે અંશથી જ્ઞાનાવરણીયકર્મનો ઉદય છે તે અંશથી અજ્ઞાન વર્તે છે, જે ઔદયિકભાવરૂપ છે. જ્ઞાનાવરણીયકર્મનો સર્વથા ક્ષય થાય ત્યારે અજ્ઞાનરૂપ ઔદયિકભાવનો સર્વથા અભાવ થાય છે. અસંગતત્વ :
અસંતપણાનો એક ભેદ છે. અસંયત અવિરત છે. જેઓ પાપથી જેટલા અંશથી વિરત નથી તેટલા અંશથી અવિરત છે તે અસંયતપણું ઔદયિકભાવરૂપ છે. જે જીવો અપ્રમાદભાવથી સંયમમાં ઉદ્યમ કરે છે,