________________
૧૭૫
તત્ત્વાર્થાધિગમસૂગ ભાગ-૨) અધ્યાય-૪ / સૂત્ર-૬, ૭ इति । एवं सर्वकल्पेषु स्वकल्पाह्वाः । परतस्त्विन्द्रादयो दश विशेषा न सन्ति, सर्व एव स्वतन्त्रा ત્તિ ૪/દા ભાષ્યાર્થ:
પૂર્વયોનિ દેવ વિકલ્પના પૂર્વના બે નિકાયરૂપ ભવનવાસી અને વ્યંતરમાં બે બે ઇન્દ્રો છે. તે આ પ્રમાણે - ભવનવાસીમાં અસુરકુમારના બે ઈન્દ્રો હોય છે, ચમર અને બલિ. નાગકુમારના બે ઇન્દ્રો હોય છે, ધરણ અને ભૂતાનંદ. વિધુતકુમારના બે ઈન્દ્રો હોય છે. હરિ અને હરિસહ. સુપર્ણકુમારના બે ઈન્દ્રો હોય છે, વેણુદેવ અને વેણદારી. અગ્નિકુમારના બે દેવો હોય છે, અગ્નિશિખ અને અગ્નિમાણવ. વાતકુમારના બે ઇન્દ્રો હોય છે, વેલંબ અને પ્રભંજન. સ્વનિતકુમારના બે ઈનો હોય છે, સુઘોષ અને મહાઘોષ. ઉદધિકુમારના બે ઈન્દ્રો હોય છે, જયકાંત અને જલપ્રભ. દીપકુમારના બે ઈશ્વો હોય છે, પૂર્ણ અને વશિષ્ઠ. દિફકુમારના બે ઇન્દ્રો હોય છે, અમિતગતિ અને અમિતવાહન.
વ્યંતરમાં પણ કિવરના બે ઈદ્રો હોય છે, કિબર અને કિંજુરુષ. કિંપુરુષોના બે ઈન્દ્રો હોય છે, સપુરુષ અને મહાપુરુષ. મહોરગના બે ઇન્દ્રો હોય છે, અતિકાય અને મહાકાય. ગંધર્વના બે ઈન્દ્રો હોય છે, ગીતરતિ અને ગીતયશા. પક્ષોના બે ઈદ્રો હોય છે, પૂર્ણભદ્ર અને માણિભદ્ર. રાક્ષસોના બે ઇન્દ્રો હોય છે, ભીમ અને મહાભીમ. ભૂતોના બે ઈન્દ્રો હોય છે, પ્રતિરૂપ અને અપ્રતિરૂપ, પિશાચોના બે ઇન્દ્રો હોય છે, કાલ અને મહાકાલ.
વળી જ્યોતિષ્કના ઘણા સૂર્ય અને ચંદ્ર આત્મક ઈન્દ્રો હોય છે. વૈમાનિકોના એકેક જ ઈન્દ્રો હોય છે, તે આ પ્રમાણે – સૌધર્મદિવલોકમાં શક્ર ઈન્દ્ર છે, ઈશાન દેવલોકમાં ઈશાન ઈજ છે, સનસ્કુમાર દેવલોકમાં સનસ્કુમાર છે. એ રીતે સર્વ કલ્પોમાં સ્વકલ્પતે તે દેવલોકના, નામના ઈન્દ્રો જાણવા. પરથી ત્યારપછીથી=બાર દેવલોક પછીથી, ઈન્દ્રાદિ દશ વિશેષો-સૂત્ર-૪/૪માં બતાવેલા ઈન્દ્રાદિ દશ ભેદો, નથી. સર્વ જ=બાર દેવલોક પછી નવ રૈવેયકાદિ સર્વ જ સ્વતંત્ર છે. અહમિન્દ્રો છે.
રતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. i૪/૬ અવતરણિકા -
પૂર્વમાં ભવનવાસી અને વ્યંતરદેવોના બે બે ઈદ્રો હોય છે, એમ કહ્યું. હવે તે ભવનવાસી અને વ્યંતરદેવો કઈ લેશ્યાવાળા હોય છે ? તે બતાવે છે – સૂત્રઃ
વીતાન્તલેરયાદ H૪/છા સૂત્રાર્થ :પીત અંતલેશ્યાવાળા પૂર્વના બે નિકાયવાળા દેવો હોય છે. આજના