________________
૨૧૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૪| સૂત્ર-૨૧, ૨૨ વિમાનો ઉપર હોવાના કારણે સૌધર્મ દેવલોકના દેવો કરતા ઈશાનના દેવોનું અવધિજ્ઞાન અધિક ક્ષેત્રવાળું છે.
વળી સનકુમાર અને મહેન્દ્રના દેવો શર્કરા પ્રભારૂપ બીજી પૃથ્વીને જોનારા છે, તિચ્છ અસંખ્યાત લાખ યોજન જોનારા છે અને ઉપરમાં પોતાના ભવન સુધી જોનારા છે. અર્થાત્ ઈશાનદેવો કરતાં સનકુમારદેવોનું અને માહેન્દ્રદેવોનું અવધિજ્ઞાનના વિષય આત્મક ક્ષેત્ર નીચે પણ અધિક છે. જ્યારે મહેન્દ્રદેવોનું અવધિક્ષેત્ર સનકુમારદેવો કરતાં ઉપરમાં પોતાના ભવન સુધી હોવાને કારણે અધિક છે. સનસ્કુમારદેવલોકનાં વિમાનો કરતાં મહેન્દ્રદેવલોકનાં વિમાનો ઉપર હોવાના કારણે સનસ્કુમારદેવો કરતાં માહેન્દ્રદેવોનું અવધિજ્ઞાન અધિક ક્ષેત્રવાળું છે.
આ રીતે શેષ નવ રૈવેયક સુધી ક્રમસર ગ્રહણ કરવું. તેથી એ પ્રાપ્ત થાય કે નીચે નીચે એક એક નરક અધિક ગ્રહણ કરીને ઉપર ઉપરના દેવલોકની વિરક્ષા કરી એ પ્રમાણે અવધિજ્ઞાનની મર્યાદાની વિચારણા કરવી. વળી અનુત્તર વિમાનવાસી દેવો સંપૂર્ણ ત્રસનાડીને અવધિજ્ઞાનથી જોનારા છે. તેથી ઊર્ધ્વ અધ થઈને ચૌદ રાજલોક પ્રમાણ જોનારા છે અને તિચ્છ એક રાજનું પ્રમાણ જોનારા છે; કેમ કે તેટલા પ્રમાણવાળી ત્રસનાડી છે. વળી સૌધર્મ-ઈશાન આદિમાં જેઓની રત્નપ્રભા આદિ નરક સુધી નીચે અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન છે અને તિÚ પણ અસંખ્યાત લાખ યોજન જેઓનું ક્ષેત્ર સમાન છે તેવા પણ ઉપર ઉપરના દેવો અવધિજ્ઞાનની વિશુદ્ધિથી અધિક ભાવોને જોનાર છે. તેથી નીચેના દેવો કરતાં ઉપરના દેવો તે દેખાતા પદાર્થોના ઘણા ભાવોને અવધિજ્ઞાનથી અધિક જોઈ શકે છે. વળી જેઓને તિચ્છમાં અસંખ્યાત લાખ યોજન પ્રમાણ ક્ષેત્રનું અવધિજ્ઞાન છે તેમાં પણ સંખ્યાની તરતમતાને કારણે નીચેના દેવો કરતાં ઉપરના દેવો અવધિજ્ઞાનથી અધિક ક્ષેત્રને જોઈ શકે છે. તેથી તેઓ ક્ષેત્રથી અધિક જુએ છે અને વિશુદ્ધિથી ઘણા પર્યાયોને જોનારા છે. I૪/૧II અવતરણિકા :
સૌધર્માદિ ઉપર ઉપરના વૈમાનિકોમાં પરસ્પર શેમાં હીનતા છે? તે બતાવે છે – સૂત્રઃ
____ गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ।।४/२२।। સૂત્રાર્થ -
ગતિથી, શરીરથી, પરિગ્રહથી અને અભિમાનથી ઉપર ઉપરના દેવો હીન છે. II૪/રા ભાષ્ય :
गतिविषयेण शरीरमहत्त्वेन महापरिग्रहत्वेनाभिमानेन च उपर्युपरि हीनाः । तद्यथा-द्विसागरोपमजघन्यस्थितीनां देवानामासप्तम्यां गतिविषयः तिर्यगसङ्ख्येयानि योजनकोटीकोटीसहस्राणि, ततः