________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૪ / સૂગ-૨૨
૨૧૧ परतो जघन्यस्थितीनामेकैकहीना भूमयो यावत् तृतीयामिति, गतपूर्वाश्च गमिष्यन्ति च तृतीयायां देवाः, परतस्तु सत्यपि गतिविषये न गतपूर्वा नापि गमिष्यन्ति, महानुभावक्रियातः औदासीन्याच्चोपर्युपरि देवा न गतिरतयो भवन्ति । सौधर्मेशानयोः कल्पयोर्देवानां शरीरोच्छ्रायः सप्त रत्नयः, उपर्युपरि द्वयोर्द्वयोरेकैका रनिहींना आ सहस्रारात्, आनतादिषु तिस्रः, ग्रैवेयकेषु द्वे, अनुत्तरे एका इति । सौधर्मे विमानानां द्वात्रिंशच्छतसहस्राणि, ऐशानेऽष्टाविंशतिः, सनत्कुमारे द्वादश, माहेन्द्रेऽष्टी, ब्रह्मलोके चत्वारि शतसहस्राणि, लान्तके पञ्चाशत् सहस्राणि, महाशुक्रे चत्वारिंशत्, सहस्रारे षट्, आनतप्राणतारणाच्युतेषु सप्त शतानि, अथो ग्रैवेयकाणां शतमेकादशोत्तरम्, मध्ये सप्तोत्तरं शतम्, उपर्येकमेव शतम्, अनुत्तराः पञ्चैवेति । एवमूर्ध्वलोके वैमानिकानां सर्वविमानपरिसङ्ख्या चतुरशीतिः शतसहस्राणि सप्तनवतिश्च सहस्राणि त्रयोविंशानीति (८४९७०२३) । स्थानपरिवारशक्तिविषयसम्पत्स्थितिष्वल्पाभिमानाः परमसुखभागिन उपर्युपरीति । ભાષ્યાર્થ:
તિવિષયે ... ૩૫તિ ગતિના વિષયથી, શરીરના મહત્વથી, મહાપરિગ્રહપણાથી અને અભિમાનથી ઉપર ઉપરના દેવો=સૌધર્માદિ ઉપર ઉપરના દેવો હીન છે. તે આ પ્રમાણે – બે સાગરોપમની જઘન્ય સ્થિતિવાળા દેવોનો સાતમી તરક સુધી ગતિનો વિષય છે. વળી તિર્યક અસંખ્યય કોટી સહસ્ર યોજનાનો છે. ત્યારપછી જઘન્ય સ્થિતિવાળા જઘન્ય બે સાગરોપમની સ્થિતિ પછીના સનસ્કુમારથી નીચેના દેવોની ગતિ એક-એક હીન ભૂમિ યાવદ્ ત્રીજે સુધી છે. ગતપૂર્વ કે ભવિષ્યમાં જલારા દેવો ત્રીજી તરક સુધી છે; પરંતુ પરથીeત્રીજી નરકથી આગળ, ગતિનો વિષય હોવા છતાં પણ દેવો ત ગતપૂર્વા-ત્રીજીથી આગળ ગયેલા નથી, અને ભવિષ્યમાં ક્યારેય પણ જશે નહીં. મહાનુભાવક્રિયાથી=મહાનુભાવ હોવાને કારણે અલ્પક્રિયા કરવાના પરિણામવાળા હોવાથી, અને ઔદાસીન્ય હોવાથી ઉપર ઉપરના દેવો ગતિમાં રતિવાળા નથી=પોતાની શક્તિ અનુસાર સર્વત્ર ગમન કરવાની ક્રિયામાં રતિવાળા નથી.
સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોની શરીરની ઊંચાઈ સાત હાથની છે. ઉપર ઉપરમાં બે બે દેવલોકના દેવોની એક એક હાથ હીન સહસ્ત્રાર દેવલોક સુધી છે, આવતાદિમાં ત્રણ હાથનું શરીર છે, રૈવેયકમાં બે હાથનું શરીર છે અને અનુત્તરમાં એક હાથનું શરીર છે.
સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાનો છે. ઈશાનમાં અઠ્ઠાવીસ લાખ વિમાનો છે. સનસ્કુમારમાં બાર લાખ વિમાનો છે. માહેન્દ્ર દેવલોકમાં આઠ લાખ વિમાનો છે. બ્રહાદેવલોકમાં ચાર લાખ વિમાનો છે. લાંતકમાં પચાસ હજાર વિમાનો છે. મહાશુક્રમાં ચાલીસ હજાર વિમાનો છે. સહસ્ત્રારમાં છ હજાર વિમાનો છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત ચાર દેવલોકમાં સાતસો વિમાનો છે.