________________
૨૧૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૨૨ શુભલેશ્યાના બળથી તેઓ જાય છે. એથી એ પ્રાપ્ત થાય કે ચરમાવર્ત બહારના, અભવ્ય અને ચરમાવર્તવર્તી મિથ્યાષ્ટિ પણ બાહ્ય આચારના બળથી જેવી શ્રેષ્ઠ કોટીની શુક્લલશ્યાને પ્રાપ્ત કરીને રૈવેયકનું આયુષ્ય પ્રાપ્ત કરે છે, તેના જેવી શુક્લલેશ્યા સમ્યગ્દષ્ટિ એવા સુસંતસાધુ પ્રાપ્ત કરે તો રૈવેયક આદિ દેવલોકમાં જાય છે અને તેજો કે પદ્મલેશ્યા પ્રાપ્ત કરે તો તે સમ્યગ્દષ્ટિ સુસાધુ પણ પહેલા આદિ દેવલોકમાં પણ જાય છે.
વળી ભાવસાધુને પણ તેવા પ્રકારના નિમિત્તને પામીને કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યા પણ પ્રાપ્ત થાય છે. છતાં આયુષ્યબંધકાલમાં તેઓને અશુભલેશ્યા આવે કે મૃત્યકાળમાં કોઈક નિમિત્તે તેમને અશુભલેશ્યા આવે તો પ્રાયઃ કરીને તેમનો સંયમથી પાત થાય; કેમ કે જે ભવમાં જવાનું હોય તે ભાવને અનુરૂપ વેશ્યા મૃત્યુ વખતે પ્રાપ્ત થાય છે અને સંયમના પાત વગર વૈમાનિકદેવથી અન્ય ભવનું આયુષ્ય બંધાય નહીં તેથી જેમને મૃત્યુકાળમાં અશુભલેશ્યા થાય છે તેમનો અવશ્ય સંયમથી પાત થાય તેવો અર્થ જણાય છે.
વળી જે મહાત્માઓ ચૌદપૂર્વધર છે તેઓને તે પૂર્વેના બોધના બળથી તેવા પ્રકારની શુભલેશ્યા વર્તે છે, જેથી જઘન્યથી પણ તેઓ બ્રહ્મદેવલોકથી નીચેનું આયુષ્ય બાંધે નહીં અને ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધનું પણ આયુષ્ય બાંધી શકે.
લોકસ્થિતિનો અનુભાવ શું છે ? તે બતાવે છે – દેવલોકના વિમાનો આકાશમાં આલંબન વગર ઘનોદધિ આદિ ઉપર રહે છે. યોગશાસ્ત્રના વચનાનુસાર પ્રથમના બે દેવલોક ઘનોદધિ ઉપર રહે છે, ત્યારપછીના ત્રણ દેવલોક વાયુ ઉપર રહે છે, ત્યારપછીના ત્રણ દેવલોકો ઘનોદધિ અને ઘનવાત ઉપર રહેલા છે, ત્યારપછીના સર્વ દેવલોકો અને સિદ્ધશિલા આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. દેવલોકનાં વિમાનો અને સિદ્ધશીલા નિરાલંબન રહેલાં છે તેમાં લોકસ્થિતિ હેતુ છે.
લોકસ્થિતિ શબ્દના પર્યાયવાચી બતાવે છે – લોકની સ્થિતિ, લોકનો અનુભવ, લોકનો સ્વભાવ, જગતનો ધર્મ, અનાદિ પરિણામની સંતતિ એ પ્રકારનો અર્થ છે.
આનાથી એ ફલિત થાય કે ચૌદરાજલોકનું આ પ્રકારનું સંસ્થાન પણ લોકસ્થિતિથી જ છે. સંસારવર્તી જીવો અનાદિથી કર્મથી બંધાયેલા છે તે પણ લોકસ્થિતિથી છે. જીવોનો મૂળ સ્વભાવ સિદ્ધના આત્મા તુલ્ય હોવા છતાં સંસારવર્તી જીવો કર્મના સંયોગથી તેવા પ્રકારના મોહના પરિણામવાળા થાય છે, તે પણ લોકસ્થિતિ છે અર્થાત્ લોકવર્તી વર્તતા પદાર્થોનો તેવો સ્વભાવ જ છે. જીવના અવીતરાગભાવના પરિણામથી કર્મ બંધાય છે અને વીતરાગભાવના પરિણામથી કર્મ છુટે છે એ પણ લોકસ્થિતિ છે. વીતરાગભાવને પ્રાપ્ત કરીને સર્વ કર્મથી મુક્ત થાય છે એ પણ લોકસ્થિતિ છે.
વળી ભગવાનના જન્મકાળમાં, દીક્ષાકાળમાં, કેવલજ્ઞાનના ઉત્પત્તિકાળમાં, ભગવાનની દેશના માટે જ્યારે મહાસમવસરણની રચના થાય તે કાળમાં અને નિર્વાણકાળમાં ઇંદ્રોનાં આસનો ચલાયમાન થાય છે