________________
૨૨૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪/ સૂત્ર-૩૦, ૩૧ ભાષ્ય -
भवनेषु तावद् भवनवासिनां दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्थं परा स्थितिः, द्वयोर्यथोक्तयोर्भवनवासीन्द्रयोः पूर्वो दक्षिणाधिपतिः पर उत्तरार्धाधिपतिः ।।४/३०।। ભાષ્યાર્થ:
ભવનેષ સત્તરાધિપત્તિઃ | ભવનોમાં વસનારા ભવનવાસી એવા દક્ષિણ અર્ધના અધિપતિ ઇંદ્રોની પલ્યોપમઅધિઅર્ધ-દોઢ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ છે. યથોક્ત એવા બે ભવનવાસી ઈંદ્રોમાં= સૂત્ર-૪/૬માં કહ્યા એવા બે ભવનવાસીના ઈંદ્રોમાં, પૂર્વતો ઇંદ્ર દક્ષિણાધિપતિ છે. પર ઇંદ્ર=પાછળનો ઇંદ્ર, ઉત્તરાધિપતિ છે. ૪/૩૦ ભાવાર્થ
ભવનવાસીના ઇદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવા માટે સૂત્રમાં દક્ષિણાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અર્ધની અધિક છે, એમ બતાવી. એથી જિજ્ઞાસા થાય કે દક્ષિણાર્ધાધિપતિ કોણ છે ? તેના સમાધાન માટે ભાષ્યકારશ્રીએ કહ્યું કે સૂત્ર-૪/કમાં જે ભવનવાસીના બે ઇંદ્રો બતાવ્યા હતા તે સૂત્રના ભાષ્યમાં જે પૂર્વના દશ ઇદ્રો છે તે દક્ષિણાર્ધાધિપતિ છે અને પાછળના ઇંદ્રો છે તે ઉત્તરાર્ધાધિપતિ છે. તેમાં ચમરેન્દ્રને છોડીને અન્ય સર્વ દક્ષિણાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે; કેમ કે આગળમાં સૂત્ર-૩રમાં ચમરેન્દ્રની પરાસ્થિતિ બતાવવાના છે, તેથી તેના સિવાયના અન્ય નવ ઇંદ્રોની પરાસ્થિતિ પ્રસ્તુત સૂત્રથી બતાવાઈ છે. I૪/૩૦ના સૂત્ર -
शेषाणां पादोने ॥४/३१।। સૂત્રાર્થ :
શેષોનીઃશેષ ભવનપતિ ઈંદ્રોની–ઉત્તરાર્ધાધિપતિ એવા ઇંદ્રોની, પાદ ઊન બે પલ્યોપમ=પોણા બે પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૪૩૧TI. ભાષ્યઃ
शेषाणां भवनवासिष्वधिपतीनां (शेषाणां) द्वे पल्योपमे पादोने परा स्थितिः । के च शेषाः ?, उत्तरार्धाधिपतय इति ।।४/३१।। ભાષ્યાર્થ -
શેષા .... તિ | શેષ એવા ભવનવાસી અધિપતિઓની પાર ઊત એવા બે પલ્યોપમની પરાસ્થિતિ છે. શેષ કોણ છે? એથી કહે છે – ઉત્તરાધિપતિ છે.
ત્તિ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૪/૩૧TI