Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર–૩૬, ૩૭
સૂત્રાર્થ :
સનત્કૃમારમાં સાત સાગરોપમની સ્થિતિ છે. II૪/૩૬
--
ભાષ્યઃ
૨૩૧
सनत्कुमारे कल्पे सप्त सागरोपमाणि परा स्थितिर्भवति ॥ ४ / ३६ ।।
ભાષ્યાર્થ ઃ
.....
सनत्कुमारे • સ્થિતિર્મવતિ ।। સતર્કુમાર દેવલોકમાં સાત સાગરોપમની પરાસ્થિતિ છે. ।।૪/૩૬॥ સૂત્ર ઃ
विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ।।४/३७ ।।
સૂત્રાર્થ :
(સનત્નુંમારદેવલોકની સાત સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિથી મસર ઉપર ઉપરના દેવલોકોમાં) વિશેષ, ત્રણ, સાત, દશ, એકાદશ, તેર, પંદરથી અધિક ઉત્કૃષ્ટસ્થિતિ છે. ૪/૩૭
ભાષ્યઃ
एभिर्विशेषादिभिरधिकानि सप्त माहेन्द्रादिषु परा स्थितिर्भवति, सप्तेति वर्तते । माहेन्द्रे सप्त विशेषाधिकानि ब्रह्मलोके त्रिभिरधिकानि सप्त, दशेत्यर्थः, लान्तके सप्तभिरधिकानि सप्त, चतुर्दशेत्यर्थः, महाशुक्रे दशभिरधिकानि सप्त, सप्तदशेत्यर्थः, सहस्रारे एकादशभिरधिकानि सप्त, अष्टादशेत्यर्थः, आनतप्राणतयोस्त्रयोदशभिरधिकानि सप्त, विंशतिरित्यर्थः, आरणाच्युतयोः पञ्चदशभिरधिकानि सप्त, द्वाविंशतिरित्यर्थः ।।४ / ३७ ।।
ભાષ્યાર્થ :
મઃ • દાવિંશતિરિત્યર્થ: ।। આ વિશેષાદિ વડે=સૂત્રમાં કહેલા વિશેષાદિ વડે, અધિક એવા સાત સાગરોપમ માહેન્દ્ર આદિમાં પરાસ્થિતિ છે. સપ્ત એ પ્રકારે પૂર્વના સૂત્રમાંથી પ્રસ્તુત સૂત્રમાં અનુવૃત્તિરૂપે વર્તે છે. તે આ પ્રમાણે છે=માહેન્દ્ર દેવલોક આદિમાં પરાસ્થિતિ આ પ્રમાણે છે – માહેન્દ્ર દેવલોકમાં સાત સાગરોપમથી વિશેષ અધિક=કાંઈક અધિક, પરાસ્થિતિ છે. બ્રહ્મદેવલોકમાં ત્રણ અધિક સાત સાગરોપમ છે=દશ સાગરોપમની પરાસ્થિતિ છે. લાંતક દેવલોકમાં સાત વડે અધિક સાત છે=ચૌદ સાગરોપમની પરાસ્થિતિ છે. મહાશુક્ર દેવલોકમાં દશથી અધિક સાત છે=સત્તર સાગરોપમની પરાસ્થિતિ છે. સહસ્રારમાં અગિયાર અધિક સાત સાગરોપમ=અઢાર સાગરોપમ પરાસ્થિતિ છે. આનત-પ્રાણતમાં તેર સાગરોપમથી અધિક સાત=વીસ સાગરોપમ પરાસ્થિતિ છે. આરણ-અચ્યુતમાં પંદર અધિક સાત=બાવીસ સાગરોપમની પરાસ્થિતિ છે. ।।૪/૩૭।।

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258