Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 252
________________ તવાર્થાવગમસુત્ર ભાગ- ૨ | અધ્યાય-૪] સત્ર-૨, ૪૩ ૨૩૫ ભાવાર્થ - માહેન્દ્ર નામના ચોથા દેવલોક પછી પૂર્વના દેવલોકની જે પરાસ્થિતિ છે તે ઉત્તરના દેવલોકની જઘન્ય સ્થિતિ થાય છે. આ રીતે સર્વાર્થસિદ્ધની પ્રાપ્તિ પૂર્વ સુધી આ જ ક્રમે છે. તેથી પૂર્વ પૂર્વના દેવલોકની પરાસ્થિતિ ઉત્તર ઉત્તરના દેવલોકમાં જઘન્યસ્થિતિરૂપે વિજયાદિ ચાર સુધી સમજવી. અહીં ‘માર્થસિદ્ધમાં ‘મા’ શબ્દ મર્યાદા અર્થમાં છે, અભિવ્યાપ્તિ અર્થમાં નથી. તેથી સર્વાર્થસિદ્ધના પૂર્વ સુધી આ મર્યાદા છે, જે વિજયાદિ ચારમાં પ્રાપ્ત થાય છે. તેથી નવમા રૈવેયકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે એકત્રીસ સાગરોપમ છે, તે વિજયાદિ ચારમાં જઘન્ય સ્થિતિ છે. વિજયાદિ ચારની જે પરાસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, તે અજઘન્યઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધમાં છે. I૪/૪રા અવતરણિકા: પૂર્વના સૂત્રમાં જે આગળ આગળના દેવલોકોમાં પૂર્વની પરા અનંતરા છે એમ કહાં, તેની અનુવૃત્તિ પ્રાપ્ત કરવા અર્થે વૈમાનિક દેવોની જઘન્ય સ્થિતિ બતાવ્યા પછી અન્ય દેવનિકાયની જઘન્ય સ્થિતિનું વર્ણન છોડીને તારકોની જઘન્ય સ્થિતિ બતાવે છે – સૂત્ર - नारकाणां च द्वितीयादिषु ।।४/४३।। સૂત્રાર્થ: અને નારકોને દ્વિતીયાદિ ભૂમિમાં પૂર્વ પૂર્વની પરાસ્થિતિ ઉત્તર ઉત્તરના નારકોમાં અપર સ્થિતિ થાય છે. II૪/૪all ભાષ્ય : नारकाणां च द्वितीयादिषु भूमिषु पूर्वा पूर्वा परा स्थितिरनन्तरा परतः परतोऽपरा भवन्ति, तद्यथा - रत्नप्रभायां नारकाणामेकं सागरोपमं परा स्थितिः, सा जघन्या शर्कराप्रभायाम्, त्रीणि, सागरोपमाणि परा स्थितिः शर्कराप्रभायां, सा जघन्या वालुकाप्रभायामित्येवं सर्वासु, तमःप्रभायां द्वाविंशतिः सागरोपमाणि परा स्थितिः सा जघन्या महातमःप्रभायामिति ॥४/४३॥ ભાષ્યાર્થ: નારાજ .... મહાતિમામામિતિ છે અને તારકોની દ્વિતીયાદિ ભૂમિમાં પૂર્વ પૂર્વની તરકોમાં જે પસ્થિતિ છે તે અનંતરા થાય છે=પછી પછીની નરકોમાં અપરસ્થિતિ થાય છે. તે આ પ્રમાણે - રત્નપ્રભાતરકની એક સાગરોપમ પરાસ્થિતિ છે તે શર્કરપ્રભામાં જઘન્ય સ્થિતિ થાય છે. ત્રણ સાગરોપમ પરાસ્થિતિ શર્કરામભામાં છે. તે જઘન્ય સ્થિતિ વાલુકાપ્રભામાં છે. એ પ્રમાણે સર્વ

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258