________________
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪/ સૂત્ર-૨૬, ૨૭
૨૫ સૂત્રાર્થ :
સારરવત, આદિત્ય, વહ્નિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ. I૪/રકા ભાષ્ય :
एते सारस्वतादयोऽष्टविधा देवा ब्रह्मलोकस्य पूर्वोत्तरादिषु दिक्षु प्रदक्षिणं भवन्ति यथासङ्ख्यम् । तद्यथा - पूर्वोत्तरस्यां दिशि सारस्वताः, पूर्वस्यामादित्या इत्येवं शेषाः ।।४/२६।। ભાષાર્થ -
પર્વ ... શેષાદ આ સારસ્વતાદિ આઠ પ્રકારના દેવો-સૂત્રમાં સમાસથી બતાવાયેલા સારસ્વતાદિ આઠ પ્રકારના દેવો, બ્રહાલોકના પૂર્વ-ઉત્તરાદિ દિશાઓમાં યથાસંખ્ય પ્રદક્ષિણારૂપે રહેલા છે. તે આ પ્રમાણે – પૂર્વોત્તર દિશામાં સારસ્વતો છે, પૂર્વમાં આદિત્યો છે, એ પ્રમાણે શેષ જાણવા. શેષ ક્રમથી દિશા અને વિદિશામાં બાકીના આઠ લોકાંતિકદેવો રહેલા છે. સૂત્રમાં અરિષ્ટને સ્વતંત્ર બતાવેલા છે, એથી તે નવમો ભેદ છે. In૪/રકા ભાવાર્થ - - - આ નવ દેવો પાંચમા દેવલોકમાં અંતમાં વસનારા છે; કેમ કે તે સ્થાનમાં છે, છતાં ત્યાં લોકના અંતની પ્રાપ્તિ નથી પરંતુ ચાર ગતિના પરિભ્રમણરૂપ લોકના અંતમાં વસનારા છે, તેથી પરિત્તસંસારી છે, માટે લોકાંતિક કહ્યા છે. સ્થાનની અપેક્ષાએ તો પાંચમા દેવલોકના સ્થાનમાં રહેલા છે તેથી ત્રસનાડીના મધ્યમાં છે. જરા અવતરણિકા:• લોકાંતિકદેવો અલ્પસંસારી છે તેમ અન્ય દેવો ઉત્કર્ષથી કેટલા કાળમાં સંસારનો અંત કરે છે? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર:
विजयादिषु द्विचरमाः ॥४/२७॥ સૂત્રાર્થ - વિજયાદિ વિમાનોમાં હિયરમ=બે છેલ્લા ભવો ઉત્કર્ષથી હોય તેવા, દેવો છે. I૪/૨૭ી
ભાગ -
विजयादिष्वनुत्तरेषु विमानेषु देवा द्विचरमा भवन्ति, द्विचरमा इति ततश्च्युताः परं द्विर्जनित्वा सिध्यन्तीति, सकृत्सर्वार्थसिद्धमहाविमानवासिनः, शेषास्तु भजनीयाः ।।४/२७।।