________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૪
૨૨૩
સમ્યગ્દષ્ટિ છે, જેથી ભગવાનના જન્માદિ પ્રસંગોમાં પ્રમુદિત થાય છે ? આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓનાં આસન કંપે છે અને જે દેવો પ્રમુદિત થઈને ભગવાનના જન્માદિ પ્રસંગે આવે છે તે સર્વ દેવો સમ્યગ્દષ્ટિ છે ? કે જેના કારણે ભગવાનના કલ્યાણકોમાં પ્રમુદિત થઈને આવે છે ? કે તે સિવાય કોઈ અન્ય કારણે પ્રમુદિત થઈને આવે છે ? એ પ્રકારની શંકા કરે છે.
તેનો ઉત્તર આપતાં કહે છે કે જે દેવો ભગવાનના કલ્યાણક પ્રસંગે પ્રમુદિત થઈને આવે છે તે સર્વ સમ્યગ્દષ્ટિ નથી. પરંતુ જે દેવતાઓ સમ્યગ્દષ્ટિ છે તેઓ સદ્ધર્મ પ્રત્યેના બહુમાનને કારણે ભગવાનના જન્માદિ પ્રસંગમાં પ્રમુદિત થાય છે અને આવે છે.
મિથ્યાદ્દષ્ટિ દેવતાઓ લોચિત્તના અનુરોધથી આવે છે અર્થાત્ લોકોનું તે પ્રકારનું ચિત્ત હોય છે કે પ્રસંગમાં મોટા માણસો જતા હોય તો તે લોકોને પણ તેને જોવાની ઇચ્છા થાય છે. આ પ્રકારના લોકચિત્તના અનુરોધથી ભગવાનના જન્માભિષેક પ્રસંગે મિથ્યાદ્દષ્ટિ દેવતાઓ પ્રમોદ પામીને આવે છે.
વળી કેટલાક ઇંદ્રના અનુસરણથી પણ આવે છે; કેમ કે મહાપ્રભાવશાળી ઇંદ્રો જતા હોય તે વખતે ‘ઇંદ્રોનો આદેશ છે માટે આપણે જવું જોઈએ' એ પ્રકારની અનુવૃત્તિથી પ્રમોદને પામે છે અને જન્માભિષેકાદિમાં આવે છે. વળી કેટલાક દેવો બીજાને જતાં જોઈને પણ પ્રમોદને પામે છે અને જન્માભિષેકાદિ પ્રસંગમાં આવે છે. તો વળી કેટલાક દેવો વિચારે છે કે આપણા પૂર્વના દેવોએ અનુચરણ કર્યું છે તેથી આપણે પણ તે પ્રકારે કરવું જોઈએ એ પ્રકારની મનોવૃત્તિથી પ્રમોદને પામે છે અને જન્માભિષેકાદિમાં આવે છે.
તેથી એ ફલિત થાય છે કે સમ્યગ્દષ્ટિ વિશુદ્ધભાવથી આવે છે અને મિથ્યાદૃષ્ટિ જીવો બધા વિશુદ્ધભાવથી જતા નથી છતાં જેઓનું મંદ મિથ્યાત્વ છે તેઓને ભગવાનના તે પ્રસંગોથી સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત પણ થઈ શકે છે. જેઓ સમ્યક્ત્વની સન્મુખ ભાવવાળા નથી તેઓ માત્ર તે તે પ્રકારના કુતૂહલભાવ આદિથી આવે છે.
વળી સર્વ લોકાંતિક દેવો વિશુદ્ધભાવવાળા છે. તેથી સદ્ધર્મ પ્રત્યેના બહુમાનને કા૨ણે અને સંસા૨વર્તી દુઃખથી આર્ત જીવોને ભગવાનના પ્રસંગથી ઉપકાર થશે એ પ્રકારના અનુકંપાના પરિણામને કારણે ભગવાનના જન્માદિ પ્રસંગે વિશેષથી પ્રમુદિત થાય છે. એથી એ ફલિત થાય કે ઇંદ્રાદિ દેવો જે સમ્યગ્દષ્ટિ છે એમના કરતાં પણ લોકાંતિક દેવો અત્યંત વિશુદ્ધભાવવાળા હોવાને કારણે વિશેષથી પ્રમુદિત થાય છે અને પ્રમુદિત થયેલા મનવાળા ભગવાનની સ્તુતિ કરે છે. જ્યારે ભગવાન સંયમ ગ્રહણ કરવા તત્પર થાય છે ત્યારે ભગવાન પ્રત્યેની ભક્તિથી દેવલોકમાંથી પ્રભુ પાસે આવે છે અને ‘જય જય નંદા, જય જય ભદ્દા’ આદિ ઉત્તમ શબ્દોથી જયનાદ કરીને તીર્થંકર ભગવાનને કહે છે કે ‘હે ભગવાન ! તીર્થ પ્રવર્તાવો.’
વળી ત્રૈવેયકાદિના દેવો સાક્ષાદ્ ભગવાનના પ્રસંગમાં આવતા નથી તોપણ તેઓનાં આસન ચલાયમાન થતાં કાયાથી અને મનથી ઉત્થિત થઈને ભક્તિથી ભગવાનને નમસ્કાર કરે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. આ કથનથી એ જણાય છે કે અનુત્ત૨વાસી દેવો પણ જન્માદિ પ્રસંગે શય્યામાંથી ઊઠીને ઊભા થાય છે અને ભગવાનની ભક્તિ કરે છે. એમ પ્રાયઃ કરીને પોતાના વિમાનમાં રહેલા શાશ્વત ચૈત્યની પણ