________________
૨૨૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૨૪
ભાષ્ય :___ अत्राह - किं देवाः सर्व एव सम्यग्दृष्टयो यद् भगवतां परमर्षीणामर्हतां जन्मादिषु प्रमुदिता भवन्तीति ?, अत्रोच्यते - न सर्वे सम्यग्दृष्टयः, किन्तु सम्यग्दृष्टयः सद्धर्मबहुमानादेव तत्र प्रमुदिता भवन्त्यभिगच्छन्ति च मिथ्यादृष्टयोऽपि च लोकचित्तानुरोधादिन्द्रानुवृत्त्या परस्परदर्शनात् पूर्वानुचरितमिति च प्रमोदं भजन्तेऽभिगच्छन्ति च लोकान्तिकास्तु सर्व एव विशुद्धभावाः सद्धर्मबहुमानात् संसारदुःखार्तानां च सत्त्वानामनुकम्पया भगवतां परमर्षीणामर्हतां जन्मादिषु विशेषतः प्रमुदिता भवन्ति, अभिनिष्क्रमणाय च कृतसङ्कल्पान् भगवतोऽभिगम्य प्रहष्टमनसः स्तुवन्ति सभाजयन्ति ત્તિ ૪/૨૪. ભાષ્યાર્થ :
સત્રાદ... રેતિ | અહીં=પૂર્વે કલ્પોપપત્ત અને કલ્પાતીત દેવોના ભેદો બતાવ્યા એમાં, પ્રશ્ન કરે છે – શું સર્વ દેવો જ સમ્યગ્દષ્ટિ છે, જે કારણથી ભગવાન પરમ ઋષિ અરિહંતાદિના જન્માદિમાં પ્રમુદિત થાય છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સર્વ દેવો સમ્યગ્દષ્ટિ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ દેવો સદ્ધર્મ પ્રત્યે બહુમાન હોવાના કારણે જ તેમાં=ભગવાનના જન્માદિમાં, પ્રમુદિત થાય છે અને આવે છે=કેટલાક દેવો જન્માદિ પ્રસંગમાં મનુષ્યલોકમાં આવે છે. અને મિથ્યાદષ્ટિ પણ લોકચિત્તના અનુરોધથી=બીજા બધાને તે પ્રકારના પ્રમુદિત થયેલા જોઈને તેમના ચિત્તના અનુરોધથી, ઇંદ્રની અનુવૃત્તિથી=ઈંદ્રના ગમનને જોઈને અનુસરણથી, પરસ્પરના દર્શનથી=અન્ય દેવોને ભગવાનના જન્માભિષેકાદિમાં જતા જોવાથી, અને પૂર્વ અનુચરિત છે એ પ્રકારના પ્રમોદને ભજે છે પોતાના સ્થાને રહેલા પૂર્વના દેવોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેનો વિચાર કરીને ભગવાનના જન્માદિમાં પ્રમોદને પામે છે, અને આવે છે કેટલાક દેવો ભગવાનના જન્માદિ પ્રસંગમાં આવે છે.
વળી વિશુદ્ધભાવવાળા સર્વ જ લોકાંતિક દેવો સદ્ધર્મના બહુમાનથી અને સંસારના દુખથી આત એવા જીવોની અનુકંપાથી ભગવાન પરમ ઋષિ એવા અરિહંતોના જન્માદિમાં વિશેષથી પ્રમુદિત થાય છે. અને અભિનિષ્ક્રમણ માટે કૃતસંકલ્પવાળા ભગવાનને જાણીને પ્રહષ્ટ મનવાળા એવા લોકાંતિક દેવો ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે=ભક્તિથી હે ભગવંત ! તીર્થ પ્રવર્તાવો ઈત્યાદિ કહે છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૪/૨૪ ભાવાર્થ -
સૂત્ર-૨૨ના ભાષ્યમાં કહ્યું કે લોકસ્થિતિના અનુભાવથી ભગવાનના જન્મકલ્યાણકાદિ પ્રસંગે ઇંદ્રોનાં આસનો કંપે છે અને તેઓ ભગવાનની ભક્તિ કરે છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે શું બધા દેવો