________________
૨૦.
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય- સૂગ-૩ ભાષ્ય :
उपर्युपरि वैमानिकाः सौधर्मादिषु द्वयोस्त्रिषु शेषेषु च पीतपद्मशुक्ललेश्या भवन्ति यथासङ्ख्यम्, द्वयोः पीतलेश्याः सौधर्मेशानयोः, त्रिषु पद्यलेश्याः सनत्कुमारमाहेन्द्रब्रह्मलोकेषु, शेषेषु लान्तकादिष्वा सर्वार्थसिद्धाच्छुक्ललेश्याः, उपर्युपरि तु विशुद्धतरेत्युक्तम् ।।४/२३।। ભાષ્યાર્ચ -
૩૫રિ — વિશુદ્ધતત્યુમ્ II ઉપર, ઉપરના વૈમાનિકો સૌધર્માદિ બેમાં, ત્રણમાં અને શેષમાં યથાક્રમ પીતલેશ્યા, પઘલેશ્યા અને શુક્લલેશ્યાવાળા હોય છે. સૌધર્મ અને ઈશાન બે દેવલોકના દેવો પીતલેશ્યાવાળા હોય છે. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકરૂપ ત્રણ દેવલોકના દેવો પાલેશ્યાવાળા હોય છે અને લાંતક આદિ શેષ દેવલોકોમાં સર્વાર્થસિદ્ધવિમાન સુધી શુક્લલેશ્યા હોય છે. વળી આ લેશ્યા ઉપર ઉપરમાં વિશુદ્ધતર હોય છે, એ પ્રમાણે કહેવાયું. In૪/૨૩ ભાવાર્થ :
સૌધર્માદિ દેવલોકમાં પીતાદિ ત્રણ શુભલેશ્યા ક્રમસર છે. તેના વિષયમાં ટીકાકારશ્રી શરીરના વર્ણરૂપ દેવોની લેશ્યાને ગ્રહણ કરે છે. તેઓ કહે છે કે ભાવલેશ્યા અધ્યવસાયરૂપ હોવાથી વૈમાનિક દેવોને છએ પણ લેશ્યા હોય છે. વસ્તુસ્થિતિ વિચારતાં એ જણાય છે કે વૈમાનિકદેવોમાં પ્રાયઃ કરીને ધર્મની આરાધના કરીને જનારા જીવો હોય છે. તેથી મોટા ભાગે મંદ કષાયવાળા જીવો હોય છે. તેઓને ભાવલેશ્યા પણ તે અનુસાર પીતાદિ શુભલેશ્યા જ છે; કેવલ જે મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે, તે તથા પ્રકારના પુણ્યના કારણે શુભ પરિણામવાળા છે. તેને આશ્રયીને તેઓની દ્રવ્યલેશ્યા પણ શુભ છે અને તેનાથી જન્ય ભાવલેશ્યા પણ તેઓને શુભબહુલ જ વર્તે છે.
નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવો પાસે અધિક બળ હોવા છતાં નીચેના દેવો પર પોતાનું આધિપત્ય જમાવવાનો વિચાર તેઓ કરતા નથી અને પોતાના સેવક દેવતાઓ આદિ પર પણ ઉચિત વર્તન કરે તેવી શુભલેશ્યાવાળા હોય છે, તે પ્રકારે ધર્મબિંદુ ગ્રંથમાં લખાણ પ્રાપ્ત થાય છે. તેથી માત્ર શરીરના વર્ણરૂપ જ લેશ્યા સ્વીકારવી એમ જે ટીકાકારશ્રી કહે છે તે વસ્તુ વિચારણીય છે; તત્ત્વ બહુશ્રતો વિચારે...
વળી ઉપર ઉપરના દેવલોકોમાં વિશુદ્ધતર લેશ્યા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સૌધર્મ દેવલોકમાં જે પીતલેશ્યા છે, તેના કરતાં ઈશાન દેવલોકમાં વધારે વિશુદ્ધ પીતલેશ્યા છે. તેથી ઈશાન દેવલોકમાં તથાસ્વભાવે સૌધર્મદેવલોક કરતાં પ્રાયઃ કષાયની અલ્પતા અને શુભલેશ્યાને કારણે દયાળુ સ્વભાવની અધિકતા હશે; કેમ કે લેગ્યામાં જે જાંબુવૃક્ષનું દૃષ્ટાંત આપ્યું છે તે અનુસાર જેમ જેમ દયાળુ સ્વભાવ અધિક તેમ તેમ શુભલેશ્યા અધિક તેવો અર્થ પ્રાપ્ત થાય છે. ફક્ત ક્વચિત્ કોઈ એવા નિમિત્તને પામીને સૌધર્મદેવો અને ઈશાનદેવોને પણ ક્યારેક કૃષ્ણલેશ્યા થાય; એટલામાત્રથી તે દેવોને શુભલેશ્યા સ્વીકારવાનો વિરોધ જણાતો નથી. વળી ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પદ્મવેશ્યા છે તે પણ ઉપર ઉપરના દેવલોકમાં