________________
૨૧૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-રર અતવ્યસદશ તીર્થંકર નામકર્મના ઉદયથી ઉદ્દભવ થનારી ધર્મવિભૂતિને અવધિ દ્વારા જાણીને સંજત સંવેગવાળા, સદ્ધર્મના બહુમાનવાળા, કેટલાક દેવો ભગવત્પાદમૂલ પાસે આવીને સ્તુતિ, વંદન, ઉપાસના હિતશ્રવણ વડે આત્માના અનુગ્રહને પ્રાપ્ત કરે છે. કેટલાક પણ દેવતાઓ ત્યાં રહેલા જ=ધૈવેયકાદિમાં કે અનુત્તરમાં રહેલા જ, પ્રત્યુત્થાપના, અંજલિપ્રણિપાત નમસ્કારના ઉપહારથી ક્રિયાથી, પરમ સંવેગવાળા, સદ્ધર્મના અનુરાગથી ઉત્કલ્લા નવદનવાળા અભ્યર્થના કરે છેeતીર્થકરોની ભક્તિ કરે છે. In૪/રરા ભાવાર્થ
પૂર્વસૂત્રમાં બતાવ્યું તે અનુસાર વૈમાનિક દેવો ગતિ, પરિગ્રહ આદિ વિષે ઉપર ઉપર હીન છે તે બતાવ્યા પછી અન્ય પણ કઈ કઈ દૃષ્ટિથી ઉપર ઉપરના દેવોનું સ્વરૂપ કેવું છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે. ભાષ્યકારશ્રી કહે છે ઉચ્છવાસથી, આહારથી, વેદનાથી ઉપપાતથી અને અનુભાવથી દેવોનું સ્વરૂપ જાણવું જોઈએ, આ રીતે કહીને ક્રમસર ઉચ્છવાસ આદિને અનુસાર દેવોનું સ્વરૂપ બતાવે છે.
જે દેવોની સર્વ જઘન્યસ્થિતિ દશ હજાર વર્ષની છે, તેઓને ઉશ્વાસ સાત સ્તોકના વ્યવધાનથી થાય છે અર્થાત્ એક ઉચ્છવાસ લીધા પછી સાત સ્તોક જેટલો કાળ ઉચ્છવાસની આવશ્યકતા રહેતી નથી, ત્યારપછી ઉચ્છવાસની આવશ્યકતા રહે છે. વળી જઘન્ય સ્થિતિવાળા દશ હજાર વર્ષના આયુષ્યવાળા દેવો ચતુર્થકાળે આહાર ગ્રહણ કરે છે–એકાંતરે આહાર ગ્રહણ કરે છે. વળી જેઓની એક પલ્યોપમની સ્થિતિ છે, તેઓને દિવસમાં એક વખત ઉચ્છવાસ છે અને બેથી નવ દિવસમાં આહારનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ અને પલ્યોપમની સ્થિતિવાળા દેવોની વચલી સ્થિતિવાળા દેવોને આહાર અને ઉચ્છવાસમાં વ્યવધાનની તરતમતા તેમની સ્થિતિની અધિકતા-અભ્યતા અનુસાર પ્રાપ્ત થાય છે.
વળી જેઓની સ્થિતિ એક સાગરોપમની છે તેઓને અર્ધમાસે ઉચ્છવાસ છે=એક સાગરોપમવાળા દેવોને પંદર દિવસે ઉચ્છવાસ છે. બે સાગરોપમના આયુષ્યવાળા દેવોને એક માસે ઉચ્છવાસ છે, યાવતું તેત્રીસ સાગરોપમ સુધીનાને ૩૩ માસે ઉચ્છવાસ છે; એ પ્રમાણે ઉચ્છુવાસનું અંતર જાણવું. એક સાગરોપમવાળા દેવોને એક હજાર વર્ષે આહાર છે, બે સાગરોપમવાળા દેવોને બે હજાર વર્ષે આહાર છે, યાવત્ તેત્રીસ સાગરોપમવાળા દેવોને ૩૩ હજાર વર્ષે આહાર છે, એ પ્રમાણે આહારનું અંતર જાણવું.
તેનાથી એમ પ્રાપ્ત થાય કે જેમ જેમ અધિક અધિક આયુષ્ય તેમ તેમ અધિક કાળના વિલંબથી ઉચ્છવાસનો શ્રમ દેવોને કરવો પડે છે. ત્યાં સુધી તે પ્રકારના ઉચ્છુવાસના શ્રમની પણ કદર્થના નથી. જેમ જેમ અધિક સ્થિતિવાળા દેવો છે તેમ તેમ આહારનો અભિલાષ કરાવે તેથી સુધાકૃત અલ્પ પણ પીડા તે દેવોને ઓછી છે. જ્યારે તેઓને સુધારૂપ વેદના થાય છે ત્યારે તત્કાળ તે આહારથી શમે છે. તેથી અધિક આયુષ્યવાળા દેવો અતિ પુણ્યશાળી હોવાથી સુધાની કદર્થના પણ અલ્પ માત્રામાં છે.
વળી દેવોને પ્રાયઃ કરીને સર્વેદના હોય છે, ક્યારેય પણ અસર્વેદના હોતી નથી. આ કથનથી એ પ્રાપ્ત થાય કે પ્રાયઃ શબ્દ કહેવાથી અર્થથી ક્યારેક અસદના પ્રાપ્ત થાય છે, તેમ છતાં તે અસક્વેદના અલ્પ