________________
૨૧૫
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૪ / સૂત્ર-૨૨ આંતરે છે. પલ્યોપમ સ્થિતિવાળા દેવોને અંતર દિવસમાં એક દિવસના અંદરમાં, ઉચ્છવાસ છે. અને દિવસ પૃથક્વનો આહાર છે=બેથી નવ દિવસમાં આહાર ગ્રહણ છે. જેની જેટલા સાગરોપમની સ્થિતિ છે તેને તેટલા અર્ધમાસમાં ઉચ્છવાસ છે, તેટલા જ હજાર વર્ષે આહાર છે=જેટલા સાગરોપમની સ્થિતિ છે તેટલા હજાર વર્ષે આહાર છે.
દેવોને સર્વેદના=શાતા વેદનીય કર્મનો ઉદય, પ્રાય: હોય છે, ક્યારેય અસદના થતી નથી અને જે અસલ્વેદના થાય છે તે અંતર્મુહૂર્ત થાય છે, પછી થતી નથી. અનુબદ્ધ એવી સર્વેદના વળી ઉત્કૃષ્ટથી છ મહિના સુધી હોય છે=છ મહિના પછી કાંઈક ક્ષણભર સર્વેદનાની ન્યૂનતારૂપ અસદ્વેદના થાય છે, પછી ફરી સર્વેદનાનો જ પ્રવાહ દેવોને ચાલે છે. ઉપપાતને આશ્રયીને કહે છે –
આરણ, અશ્રુતથી ઊર્ધ્વ અગિયારમા–બારમા દેવલોકથી ઉપર અવ્યતીર્થવાળા અચદર્શનના, સંન્યાસીઓનો ઉપપાત નથી. સ્વલિંગી, ભિન્નદર્શનવાળા=જેઓમાં સમ્યગ્દર્શન નાશ પામી ગયેલ છે અર્થાત્ પ્રાપ્ત થઈને નાશ પામેલું છે પરંતુ વિદ્યમાન નથી, તેવા જીવોનો રૈવેયક સુધીનો ઉપપાત છેઃ નવમા રૈવેયક સુધી ઉપપાત છે. અન્ય એવા સમ્યગ્દષ્ટિ સંવતને સર્વાર્થસિદ્ધ સુધી ઉપપાત ભજનીય છે=સૌધર્મદિવલોકથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધી ઉપપાત થઈ શકે છે. બ્રહાલોકથી ઊર્ધ સર્વાર્થસિદ્ધ સુધી ચતુર્દશ પૂર્વધરોનો ઉપપાત છે.
અનુભાવને જ બતાવે છે – વિમાનોના અને સિદ્ધક્ષેત્રના આકાશમાં નિરાલંબન સ્થિતિમાં લોકસ્થિતિ જ હેતુ છે, તે અનુભાવ
અનુભાવ શબ્દના પર્યાયવાચી શબ્દો બતાવે છે – લોકસ્થિતિ, લોકઅતૃભાવ, લોકસ્વભાવ, જગતનો ઘર્મ, અનાદિપરિણામસંતતિ એ અર્થ છે= અનુભાવનો એ અર્થ છે. વળી લોકના અનુભાવથી અન્ય શું થાય છે ? એ બતાવતાં કહે છે –
સર્વ દેવેન્દ્રો અને રૈવેયકાદિમાં રહેલા દેવો ભગવાન પરમ ઋષિ અરિહંતના જન્માભિષેકકાળમાં નિષ્ક્રમણકાળમાં જ્ઞાનઉત્પતિકાળમાં મહાસમવસરણકાળમાં અને નિર્વાણકાળમાં બેઠેલાસર્વ દેવેન્દ્રો કે રૈવેયકાદિના દેવો બેઠેલા હોય, સૂતેલા હોય કે સ્થિત હોય તેઓ સહસા આસન અને શયનસ્થાનના આશ્રયથી ચલાયમાન થાય છે. શેનાથી ચલાયમાન થાય છે ? તેથી કહે છે –
તીર્થકરના શુભકર્મના ફળના ઉદયથી અથવા લોકના અનુભાવથી જ ચલાયમાન થાય છે. તેનાથી આસન ચલાયમાન થવાથી, જનિત ઉપયોગવાળા એવા દેવો કે દેવેન્દ્રો તે ભગવાનની