________________
૨૧૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૨૨
સૌધર્મ-ઈશાનના દેવો સાત હાથના છે. ઉપર ઉપરના બે બે દેવલોકો એકેક હાથ હીન છે. આ રીતે સહસાર સુધી બે બે દેવલોકમાં એક એક હાથ હીન છે. ત્યારબાદ આનતાદિ ચારેય દેવલોકના દેવો ત્રણ હાથની કાયાવાળા છે, રૈવેયકમાં બે હાથની કાયાવાળા છે અને અનુત્તરના દેવો એક હાથની કાયાવાળા છે.
આ રીતે શરીરના મહત્ત્વથી ઉપર ઉપરના દેવો કઈ રીતે હીન છે ? તે બતાવ્યા પછી પરિગ્રહને આશ્રયીને તે દેવો ઉપર ઉપર કઈ રીતે હીન છે? તે ભાષ્યકારશ્રી બતાવે છે –
સૌધર્મ દેવલોકના વિમાનો બત્રીસ લાખ છે. તેથી સૌધર્મ ઇંદ્રનો પરિગ્રહ ઘણો છે. તેનાથી ઈશાન દેવલોકના ઇંદ્રનો પરિગ્રહ ઓછો છે, જે અઠ્ઠાવીસ લાખ વિમાનો પ્રમાણ છે. આનાથી એ જણાય છે કે સૌધર્મ દેવલોકના દેવોને અધિક વિમાનોથી તૃપ્તિ થાય તેવો પરિણામ છે. ઈશાન દેવલોકના દેવોને તેના કરતાં ન્યૂન એવા અઠ્ઠાવીસ લાખ વિમાનોથી તૃપ્તિ થાય તેવો પરિણામ છે. તેથી તેટલા તેટલા અલ્પ પરિગ્રહથી ઉપર ઉપરના સર્વ દેવો તૃપ્તિનો અનુભવ કરનારા છે. તેમનામાં અલ્પ પરિગ્રહને કારણે અલ્પ સંક્લેશવાળી પ્રકૃતિ છે, એથી જ અલ્પ પરિગ્રહમાં તૃપ્તિનો અનુભવ કરે છે.
આ રીતે ભાષ્યકારશ્રીએ પરિગ્રહને આશ્રયીને અનુત્તર સુધીના વિમાનનું સ્વરૂપ બતાવ્યા પછી તે સર્વ વિમાનોની સંખ્યા કેટલી છે ? તે બતાવેલ છે. હવે અભિમાનને આશ્રયીને ઉપર ઉપર દેવો હીન કઈ રીતે છે ? તેની સ્પષ્ટતા કરે છે –
વૈમાનિકાદિ દેવોમાંથી સૌધર્મ આદિ દેવો પોતાના સ્થાનને આશ્રયીને રહેલા છે, તેનાથી ઉપર-ઉપરના દેવો ઉપર ઉપરના સ્થાનમાં છે. સૌધર્મદેવો કરતાં ઈશાનાદિ દેવો ઉપર છે, છતાં પોતે ઉપર-ઉપર છે તેના વિષયમાં તેઓને અલ્પ અભિમાન છે. તેથી પોતાના સ્થાનનું અભિમાન બહાર પ્રદર્શન કરીને કે તે તે રીતે અભિવ્યક્ત કરીને આનંદ લેનારા નથી
વળી, વૈમાનિકાદિ દેવોમાં ઉપર ઉપરના દેવોનો પરિવાર નીચે નીચેના દેવો કરતાં અતિ શ્રેષ્ઠ કોટીનો છે. તેથી રૂપથી, સંપત્તિથી અધિક રમ્ય જણાય છે, છતાં તે રમ્ય ભાવોમાં તેમને કાંઈક અભિમાન હોવા છતાં અલ્પ અભિમાન છે. તેથી પોતાના તે ભાવોને પ્રદર્શન કરીને તે તે પ્રકારના ભાવોનો વિચાર કરીને માનકષાયથી ફુલાતા નથી, છતાં કાંઈક પોતે સંપત્તિવાળા છે, તેવા ભાવોને ધારણ કરે છે. વળી ઉપર ઉપરના દેવલોકોમાં અધિક અધિક શક્તિઓ છે. તે શક્તિના વિષયમાં પોતે શક્તિશાળી છે તેવી બુદ્ધિરૂપ અભિમાન છે તોપણ નીચેના દેવલોક કરતાં ઉપર ઉપરના દેવલોકોના દેવોને તે અભિમાન અલ્પ માત્રામાં છે. વળી અવધિજ્ઞાનનો વિષય અને ઇન્દ્રિયની પટુતાનો વિષય ઉપર ઉપરના દેવોને અતિશય છે, તોપણ તેમાં આસક્તિના પરિણામરૂપ અભિમાન તેઓને અલ્પ છે. વળી ઉપર ઉપરના દેવલોકોમાં વિભૂતિ ઘણી છે તેથી પોતે તે વિભૂતિવાળા છે તેવો પરિણામ હોવા છતાં તે વિભૂતિમાં આસક્તિરૂપ અભિમાન ઉપર ઉપરના દેવલોકમાં અલ્પ અલ્પ છે. વળી નીચેના દેવલોક કરતાં ઉપરના દેવલોકના આયુષ્યની સ્થિતિ દીર્ઘ છે. અને પોતાને દીર્ઘ આયુષ્ય હોવાના કારણે તેમાં પ્રતિ વર્તે છે, જે “હું દીર્ઘ આયુષ્યવાળો છું’ એ પ્રકારના કંઈક અભિમાનરૂપ છે તોપણ ઉપર ઉપરના દેવલોકમાં તે અભિમાન અલ્પ છે; કેમ કે સંયમાદિની સાધના