________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૧૧
૧૮૩
જેમ મનુષ્યમાં કુમાર અવસ્થામાં મનુષ્યો કાંત આદિ દેખાય છે તેમ અસુરકુમાર આદિ કાંત દર્શનવાળા હોય છે. વળી કુમારની જેમ સુકુમાર શરીરવાળા હોય છે. વળી કુમારની જેમ મૃદુ, મધુર અને લલિતગતિવાળા હોય છે અર્થાત્ જોનારને પ્રીતિ ઉત્પન્ન કરે તેવી ગમનક્રિયાવાળા હોય છે. કુમારાવસ્થામાં મનુષ્યો શૃંગારાદિ કરવાની પ્રકૃતિવાળા હોય છે તેમ આ દેવો શૃંગારથી સુંદર રૂપની વિક્રિયાવાળા હોય છે અર્થાત્ સુંદર વેષભૂષા કરનારા હોય છે. વળી આ દેવો કુમારની જેમ ઉદ્ધૃતરૂપવાળા, ઉદ્ધતવેષવાળા, ઉદ્ઘતભાષાવાળા, ઉદ્ધત આભરણો ધારણ કરનારા, ઉદ્ધત શસ્ત્રો ધારણ કરનારા, ઉદ્ધત બખ્તરને ધારણ કરનારા અને ઉદ્ધત વાહનોમાં ફરનારા હોય છે. વળી આ ભવનવાસી દેવો કુમારની જેમ અત્યંત રાગવાળા અને અત્યંત ક્રીડાપર હોય છે. આથી આ દેવોને કુમાર કહેવામાં આવે છે. II
ભાષ્ય :
असुरकुमारावासेष्वसुरकुमाराः प्रतिवसन्ति, शेषास्तु भवनेषु । महामन्दरस्य दक्षिणोत्तरयोदिग्विभागयोर्बह्वीषु योजनशतसहस्त्रकोटीकोटीषु आवासाः भवनानि च दक्षिणार्धाधिपतीनामुत्तरार्धाधिपतीनां च यथास्वं भवन्ति ।
ભાષ્યાર્થ ઃ
असुरकुमारावासेष्वसुरकुमाराः
મત્તિ ।। અસુરકુમાર આવાસોમાં અસુરકુમાર દેવો વસે છે, વળી શેષ દેવો ભવનોમાં વસે છે. મોટા મેરુના દક્ષિણ અને ઉત્તર દિશાના વિભાગમાં ઘણા યોજન લાખ કોટાકોટી ક્ષેત્રમાં આવાસો અને ભવનો દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તરાર્ધાધિપતિના યથાયોગ્ય હોય છે. ।।
.....
ભાવાર્થ :
અસુરકુમારના આવાસોમાં અસુરકુમાર વસે છે. વળી શેષ=અસુરકુમાર સિવાયના બીજા ભવનવાસી દેવો, ભવનોમાં વસે છે.
અસુરકુમારના આવાસો અને ભવનો ક્યાં છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે
જંબુદ્રીપની મધ્યમાં રહેલ જે મોટો મેરુ તેનાથી દક્ષિણ અને ઉત્તર દિશામાં ઘણા લાખ ક્રોડ યોજનમાં અસુરકુમારના આવાસો રહેલા છે.
અહીં કહ્યું કે દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તરાર્ધાધિપતિનાં યથાયોગ્ય ભવનો રહેલાં છે તેથી અર્થાપત્તિ એ નીકળે કે કેટલાક અસુરકુમાર દેવો પણ કેટલાંક ભવનોમાં વસે છે જ્યારે નાગકુમારાદિ બધા ભવનવાસી દેવો પ્રાયઃ ભવનોમાં વસે છે. જોકે અસુરકુમાર દેવો બહુલતાએ આવાસોમાં વસે છે તોપણ ભવનોમાં પણ વસે છે. તેથી તેમને ભવનવાસીમાં સંગૃહીત કરેલા છે. નાગકુમારાદિ દેવો પ્રાયઃ ભવનોમાં વસે છે. માટે તેમનું નામ ભવનવાસી દેવો છે.