________________
૨૦૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૨૦ અભ્યદયના વિપ્નના હેતુ જેઓએ જીતી લીધા છે તે વિજય, વૈજયંત અને જયંત દેવો છે.
તેથી એ પ્રાપ્ત થાય કે આ દેવલોકમાં ગયેલા દેવોને જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી અભ્યદયને સાધવામાં વિઘ્ન કરે તેવા કર્મો નથી. અર્થાત્ તેઓ નરક કે તિર્યંચ ગતિમાં ક્યારેય જવાના નથી, પરંતુ સુમાનુષ્ય અને સુદેવમાં જ જશે. સુમનુષ્ય અને સુદેવપણું એ અભ્યદયનું કારણ છે, તેમાં વિઘ્ન કરે તેવા ક્લેશો જે જીવોમાં વિદ્યમાન હોય છે તે જીવો નિમિત્ત પામીને તે તે પ્રકારના ક્લેશો કરીને અકલ્યાણ અવસ્થાને પામે છે. જ્યારે વિજય આદિ ત્રણ અનુત્તરના દેવોને તેવા ક્લેશો ક્યારેય પ્રાપ્ત થશે નહીં. તે ગુણ પ્રમાણે તે દેવલોકનાં વિજય આદિ નામો છે.
વળી અપરાજિત નામના ચોથા અનુત્તરની વ્યુત્પત્તિ બતાવે છે –
અભ્યદયના વિપ્નના હેતુઓ વડે જેઓ પરાજિત થયા નથી તે અપરાજિત છે. આ વ્યુત્પત્તિ અનુસાર પણ અપરાજિતવિમાનવાસી અનુત્તરદેવો પણ પ્રથમના ત્રણ અનુત્તર જેવા છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. સર્વાર્થસિદ્ધની વ્યુત્પત્તિ બતાવે છે –
સર્વ પ્રકારના અભ્યદયવાળા અર્થોમાં જેઓ સિદ્ધ છે તે સર્વાર્થસિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વાર્થસિદ્ધમાં રહેલા દેવોને સર્વ પ્રકારના કલ્યાણને કરનારા અર્થો સિદ્ધ થયા છે. બીજી વ્યુત્પત્તિ બતાવે છે –
સર્વ અર્થોથી સિદ્ધ છે, તે સર્વાર્થસિદ્ધ છે. જીવનું પ્રયોજન પૂર્ણ સુખ છે અને સર્વાર્થસિદ્ધના જીવો પૂર્ણ સુખરૂપ મોક્ષઅવસ્થાની આસન્ન ભૂમિકામાં છે. તેથી “થતું હોય તે થયું એ પ્રકારના નયવાક્ય અનુસાર સર્વ અર્થો તેઓને સિદ્ધ થઈ ચૂક્યા છે, તેથી સર્વ અર્થોથી સિદ્ધ તે સર્વાર્થસિદ્ધ છે. ત્રીજી વ્યુત્પત્તિ બતાવે છે – સર્વ અભ્યદય અર્થો જેમને સિદ્ધ છે તે સર્વાર્થસિદ્ધ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે આત્માના અભ્યદયને કરનારા બધા અર્થો તેઓને સિદ્ધ થયેલા છે, તેથી સતત શ્રુતવચનોથી આત્માને ભાવિત કરીને પોતાનો દેવભવ સફલ કરી રહ્યા છે.
વળી અથવાથી વિજયાદિ પાંચેય દેવલોકનું સ્વરૂપ સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
પાંચેય અનુત્તરના દેવોએ સંસારના પરિભ્રમણના કારણભૂત કર્મોને વિજિતપ્રાયઃ કર્યા છે અર્થાત્ નષ્ટપ્રાયઃ કર્યા છે. વળી ઉપસ્થિતભદ્રવાળા છે=પ્રાપ્ત થયેલા કલ્યાણવાળા છે; કેમ કે હવે પછી તેઓને સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ નથી, પરિમિત ભવોમાં જ મોક્ષની પ્રાપ્તિ છે અને તે પણ સુદેવ અને સુમાનુષ્યપૂર્વક મોક્ષની પ્રાપ્તિ છે. માટે ઉપસ્થિતભદ્રવાળા છે. વળી પરિષહોથી અપરાજિત છે; કેમ કે પૂર્વભવમાં સંયમજીવનમાં તે પ્રકારના પરિષદોને તેઓએ જીત્યા છે જેથી ઉત્તરના દેવભવમાં સુધાદિ કોઈ પરિષહો તેમનો પરાજય કરતા નથી. વળી સર્વ અર્થોમાં તેઓ સિદ્ધ છે; કેમ કે સાંસારિક સર્વ સિદ્ધિઓની