________________
૨૦૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૪ | સૂત્ર-૨૦ વિમાન સમુદાયના ઉપરમાં ઈશાનનો કલ્પ છે=ઈશાન દેવલોકનાં વિમાનો છે. ઈશાનના ઉપરમાં સનસ્કુમાર છે=સનસ્કુમારદેવલોકનાં વિમાનો છે. સનસ્કુમારના ઉપરમાં માહેન્દ્ર છે=માહેન્દ્રદેવલોકનાં વિમાનો છે. આ રીતે સર્વાર્થસિદ્ધ સુધી છે. " ભાવાર્થ
સૂત્રમાં જુદા જુદા સમાસો કર્યા તેનાથી તેવો અર્થ ભાસે છે કે મહાશુક્ર સુધી સર્વ વિમાનોમાં સ્વતંત્ર ઇંદ્રો છે. તેથી તે આઠેય દેવલોકનાં વિમાનોનો એક સમાસ કર્યો. આનત અને પ્રાણત એ બે દેવલોકના એક ઇંદ્ર છે તેથી તેનો સમાસ જુદો કર્યો. આરણ અને અય્યત એ બેના એક ઇંદ્ર છે તેથી તેનો સમાસ જુદો કર્યો. ત્યારપછી નવ રૈવેયક સુધી અભવ્ય દુર્ભવ્ય જાય છે તેને આશ્રયીને પ્રાયઃ તેનો સમાસ જુદો કરેલો હોવો જોઈએ. વિજય વૈજયંત આદિમાં બે ચાર ભવમાં જ મોક્ષમાં જનારા જીવો હોય છે, તેથી તે ચારનો એક સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધમાં નિયમા એકાવતારી હોય છે. તેથી તેને ભિન્નરૂપે ગ્રહણ કરેલ છે.
વળી ભાષ્યવચનાનુસાર આ સૌધર્માદિ વિમાનોના સમુદાયમાં વૈમાનિક દેવો રહે છે. તે વૈમાનિક દેવોનાં વિમાન કઈ રીતે રહેલાં છે ? તે જણાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
સૌધર્મ દેવલોકની ઉપર ઈશાન દેવલોકનાં વિમાનો છે. ઈશાન દેવલોકની ઉપર સનસ્કુમાર દેવલોકનાં વિમાનો છે. સનકુમારદેવલોકની ઉપર મહેન્દ્ર દેવલોકનાં વિમાનો છે. આ રીતે સર્વાર્થસિદ્ધ સુધી જાણવું.
પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ સૌધર્મદેવલોકથી ઉપર ઈશાનદેવલોક છે એમ કહ્યું તેથી અન્ય ગ્રંથમાં જે સૌધર્મદેવલોક દક્ષિણદિશામાં અને અને ઈશાનદેવલોક ઉત્તરદિશામાં છે તથા સનસ્કુમારદેવલોક ઉત્તરદિશામાં છે અને મહેન્દ્રદેવલોક દક્ષિણદિશામાં છે તેવો અર્થ ભાષ્યથી પ્રાપ્ત થતો નથી.
વળી નવ રૈવેયકમાં પણ નવે રૈવેયક એકબીજાના ઉપરમાં હોય તેવો ભાષ્યાનુસાર અર્થ પ્રાપ્ત થાય છે. પાંચ અનુત્તર પણ ક્રમસર ઉપર ઉપરમાં હોય તેવો જ અર્થ પ્રાપ્ત થાય છે, જે અન્ય ગ્રંથ કરતાં મતાંતર સ્વરૂપ છે. ભાષ્ય :
सुधर्मा नाम शक्रस्य देवेन्द्रस्य सभा, सा तस्मिन्नस्तीति सौधर्मः कल्पः । ईशानस्य देवराजस्य निवास ऐशानः, इत्येवमिन्द्राणां निवासयोगाभिख्याः सर्वे कल्पाः । ग्रैवेयकास्तु लोकपुरुषस्य ग्रीवाप्रदेशविनिविष्टा ग्रीवाभरणभूताः, ग्रेवा ग्रीव्या ग्रैवेया ग्रैवेयका इति ।
अनुत्तराः पञ्च देवनामान एव, विजिता अभ्युदयविघ्नहेतवः एभिरिति विजयवैजयन्तजयन्ताः, तैरेव विघ्नहेतुभिर्न पराजिता अपराजिताः, सर्वेष्वभ्युदयार्थेषु सिद्धाः सर्वार्थश्च सिद्धाः सर्वे वैषामभ्युदयार्थाः सिद्धा इति सर्वार्थसिद्धाः । विजितप्रायाणि वा कर्माण्येभिरुपस्थितभद्राः परीषहै. रपराजिताः सर्वार्थेषु सिद्धाः सिद्धप्रायोत्तमार्था इति विजयादय इति ।।४/२०।।