________________
૨૦૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૨૦ ભાષ્યાર્થ:
સુથમ તિ શક્ર દેવેન્દ્રની સુધમાં નામની સભા. તે સુધર્મા સભા, તેમાં છે એથી સૌધર્મ કલ્પ છે. ઈશાન દેવરાજનો નિવાસ ઐશાન (કલ્પ) છે. આ રીતે ઈંદ્રોના નિવાસના યોગના તામવાળા સર્વ કલ્પો છે. વળી રૈવેયકો લોકપુરુષના ગ્રીવા પ્રદેશમાં વિનિવિષ્ટ ગ્રીવાના આભારણભૂત ગ્રેવા છે. તે ગ્રેવાના પર્યાયવાચી શબ્દો કહે છે – ગ્રીવ્યા, રૈવેયા, રૈવેયકા.
ત્તિ' શબ્દ ગ્રેવાના પર્યાયવાચીની સમાપ્તિ અર્થે છે.
અનુત્તરો પાંચ દેવનામવાળા જ છે. અભ્યદયના વિધ્ધના હેતુઓ જેમના વડે જિતાયા છે, એ વિજય વૈજયંત, જયંત, ત્રણ અનુત્તરો છે. તે વિદ્ધના હેતુઓથી પરાજિત થયા નહીં તે અપરાજિત. સર્વ અભ્યદય અર્થોમાં સિદ્ધ અને સર્વાર્થો વડે સિદ્ધ અથવા સર્વ આમને અભ્યદય અથ સિદ્ધ એ સર્વાર્થસિદ્ધ છે. અથવા વિજિત પ્રાય કર્યો છે જેમના વડે ઉપસ્થિતભદ્રવાળા પરિષહોથી અપરાજિત સર્વાર્થોમાં સિદ્ધ સિદ્ધપ્રાયઃ ઉત્તમાર્થવાળા છે એ વિજયાદિ છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૪/૨૦ ભાવાર્થપ્રથમ દેવલોકનું નામ સૌધર્મ દેવલોક કેમ છે ? તે સ્પષ્ટ કરવા કહે છે – પ્રથમ દેવલોકમાં જે શક્ર દેવેન્દ્ર છે તેની સુધર્મા સભા છે; આ સભા જે દેવલોકમાં છે તે સૌધર્મ કલ્પ. આ પ્રકારે વ્યુત્પત્તિથી પ્રથમ દેવલોકને સૌધર્મ દેવલોક કહેલ છે. ઈશાન દેવરાજનું નિવાસસ્થાન છે જે વિમાનમાં તે વિમાનને ઐશાન કહેવાય. આ વ્યુત્પત્તિથી ઈશાન નામના ઇંદ્રનો નિવાસવાળો બીજો દેવલોક છે. માટે તેને ઈશાન દેવલોક કહેવાય. આ રીતે ઇંદ્રોના નિવાસના યોગથી સર્વ દેવલોકનાં નામો બારમા દેવલોક સુધી છે.
બાર દેવલોક પછીના દેવોનાં વિમાનોને રૈવેયક કેમ કહેવાય છે ? તે સ્પષ્ટ કરે છે – લોકરૂપ જે પુરુષ છે તેના ગ્રીવા પ્રદેશમાં રહેલા ગ્રીવાના આભરણભૂત જે છે તે રૈવેયકો કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય કે ચૌદરાજલોકમય લોકપુરુષની કલ્પના કરી તે પુરુષના ગ્રીવાના સ્થાનના આભરણ જેવા રૈવેયકોનાં વિમાનો છે, તેને સામે રાખીને તે દેવલોકોને રૈવેયકા કહેવાય છે. તે રૈવેયક દેવલોકના પર્યાયવાચી શબ્દો ભાષ્યકારશ્રી બતાવે છે – ગ્રેવા, ગ્રીવ્યા, રૈવેયા, રૈવેયકા એ એકાર્યવાચી શબ્દો છે. વળી અનુત્તર દેવોનાં પાંચ દેવનામો છે, તેમાં વિજય, વૈજયંત અને જયંત તેઓની વ્યુત્પત્તિ બતાવે છે –